Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ?

મોરબી રોડ પર પર ૨.૬૬ કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલઃ રવિવારે ભૂમિપૂજન

રાજ્યના મંત્રી જયેશ રાદડિયાના હસ્તે ખાતમુહુર્ત

રાજકોટ તા. ૪ :  મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શુભ પ્રસંગો માટે નજીવાદરે કોમ્યુનીટી હોલની સુવિધા મળે તેવા શુભ આશયથી જુદા જુદા વિસ્તારોમાં કોમ્યુનીટી હોલ બનાવવામાં આવે છે. ચાલુ વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટમાં વોર્ડ નં.૦૪માં કોમ્યુનીટી હોલની સુવિધા મળે તે માટે બજેટ જોગવાઈ કરવામાં આવેલ. જેના અનુસંધાને તા. ૭ જાન્યુઆરીના વોર્ડ નં. ૪માં સાંજના ૫  વાગ્યે જુના જકાતનાકા પાસે મોરબી રોડ ખાતે રૂ.૨.૬૬ કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર અદ્યતન કોમ્યુનીટી હોલનું ખાતમુહૂર્ત રાજયના મંત્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો. જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે. તેમ પુષ્કર પટેલ, બંછાનિધી પાની તથા મુકેશ રાદડિયાની યાદીમાં જણાવાયું છે.

     આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી,  રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ડે. મેયર ડાઙ્ખ. દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ઉપપ્રમુખ મધુબેન કુંગશીયા, વિપક્ષ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક રાજુભાઈ અદ્યેરા, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા, રેખાબેન ગજેરા, સીમ્મીબેન જાદવ, ભાજપ અગ્રણી દેવદાનભાઈ કુંગશીયા, કંકુબેન ઉધરેજા, ધર્મિષ્ઠાબેન પરમાર, પ્રભારી અશોકભાઈ લુણાગરિયા, પ્રમુખ સંજયભાઈ ગોસ્વામી, મહામંત્રી સી.ટી. પટેલ, કાનાભાઈ ડંડૈયા ઉપરાંત વોર્ડ નં.૦૪ના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. તેમ તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યું છે.(૨૧.૩૧)

કઇ કઇ સુવિધા?

 રૂ.૨.૬૬ કરોડના ખર્ચે બનનાર અદ્યતન કોમ્યુનીટી હોલનું ૨૩૧૩૪ ચો.ફુટ બાંધકામ  ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટોર રૂમ, ઓફિસ, બે સ્ટેર કેસ, લીફ્ટ, લેડીસ તથા જેન્ટસ ટોઈલેટ બ્લોક, ફર્સ્ટ  સેકન્ડ ફ્લોર પર કોમ્યુનીટી હોલ, ચાર રૂમ વિથ ટોઈલેટ, કિચન, બે સ્ટેર કેસ, લીફ્ટ, લેડીસ તથા જેન્ટસ ટોઈલેટ બ્લોકની સુવિધા.

(3:42 pm IST)
  • બોલીવુડમાં લગ્ન કરવાની જાણે હોડ લાગી હોય તેમ હવે રણવીરસીહ અને દીપિકા પાદુકોણ પણ 5 જાન્યુઆરીએ, દીપિકાના ૩૨માં જન્મદિવસે સગાઈ કરવાના હોવાનું જોરશોરથી ચર્ચાય રહ્યું છે. હાલમાંજ બન્નેએ થર્ટી ફર્સ્ટની ઉજવણી એકસાથે શ્રીલંકામા કરી હોવાનું મીડ-ડે અખબારના હવાલાથી જાણવા મળે છે. access_time 10:13 am IST

  • મહારાષ્ટ્રની હિંસાનો પાટણમાં ગઈકાલે પડઘોઃ બામસેફના કાર્યકરોનું વિરોધ પ્રદર્શનઃ ચાણસ્મા-રાધનપુર હાઈવે પર ચક્કાજામ ,ટોળાએ ટાયર સળગાવી ચકકાજામ કયોઃ પોલીસે ટોળાને વિખેરી હાઇવે ખુલ્લો કર્યો access_time 11:24 am IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST