Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

હું અને ગુણુભાઇ એકજ શાળામાં ભણ્યા છીએઃ વિજયભાઇ

રાજકોટઃ રાજયમાં  બીજીવાર મુખ્યમંત્રી તરીકે શાસનધુરા સંભાળનારના વિજયભાઇ રૂપાણીનું રાજકોટમાં સરગમ પરિવાર દ્વારા ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતુ. અભિવાદન કાર્યક્રમમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, મોૈલેશભાઇ પટેલ, કિરીટભાઇ આદ્રોજા, સ્મિતભાઇ પટેલ, નરેશભાઇ લોટીયા વગેરેએ મોમેન્ટો આપી અભિવાદન કર્યું હતું. વિજયભાઇ એ  કહયું હતું કે, સરગમ  જેવી  સેવા સંસ્થાને કારણે જ રાજકોટમાં માનવતા દર્શન થાય છે. સરગમના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા સેવા માટે સતત દોડતા માણસ છે અને બીજા માટે પ્રેરણારૂપ પણ છે. વિજયભાઇએ એમ પણ  કહયું હતુ કે, હું અને ગુણવંતભાઇ વિરાણી સ્કુલમાં સાથે ભણ્યા છીએ અને રમતગમતમાં પણ સાથે  જ જોડાતા હતા.

(3:38 pm IST)
  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST

  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST

  • ગાઢ ધુમ્મ્સને કારણે પંજાબની તમામ સ્કૂલોના સમયમાં ફેરફારઃ સવારે ૧૦ વાગ્યે સ્કૂલ ખુલશે access_time 11:24 am IST