Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાની અમલવારી અંગે જીલ્લાની સમીક્ષા

રાજકોટ, તા., ૪: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંગે થયેલ અમલવારી અંગે જીલ્લાભરની કામગીરીની સમીક્ષા થઇ છે.

જે કામગીરીની સતાવાર વિગતો આ મુજબ છે. (૧) રાષ્ટ્રીય  અન્ન સલામતી કાયદો ર૦૧૩  તા.૧-૪-૧૩ થી રાજયમાં અમલમાં આવતા સેન્સેકસ ર૦૧૧ ઍસીડીસીના ડેટા સાથે રેશનકાર્ડ ધારકોનું મેપીંગ કરી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદામાં આર્થિક રીતે પછાત વર્ગના તમા લોકોને આ યોજનામાં આવરી લેવામાં આવેલ છે. જે મુજબ આવા લાભાર્થીઅોને સરકારશ્રીની જાગવાઇ મુજબ નિયત થયેલ રાશન ઍટલે કે ઘઉં, ચોખા દર માસે નિયમીત વિતરણ કરવામાં આવે છે.

(ર) આ કાયદા હેઠળ જે લાભાર્થીઅોનો સમાવેશ થયેલ ન હોય તેઅો પાસેથી આ યોજનામાં સમાવેશ કરવા માટે અન્ન સલામતી કાયદા હેઠળનો અરજીઅો તાલુકા કક્ષાઍ તા રાજકોટ શહેરમાં ઝોનલ કચેરી૧ થી ૪ માં મેળવી આવી અરજીઅોની ચકાસણી કરી કમીટી દ્વારા આ કાયદા હેઠળ ક્રાઇટ ઍરીયામાં આવતા લાભાર્થીઅોની અરજીઅો મંજુર કરી તેઅોના અગ્રતા ધરાવતા કુટુંબમાં સમાવેશ કરવામાં આવે છે.

(૩) આવી ના મંજુર થયેલ અરજીઅો સામેની અપીલો જીલ્લા કક્ષાઍ રજુ થતા આવી અપીલ અરજીઅોની વ્યકિતગત ચકાસણી સ્થાનીક કરી આવા અપીલ અરજી રજુ કરનાર અરજદારોને જીલ્લાકક્ષાની કલેકટરશ્રીની અધ્યક્ષતાવાળી કમીટીમાં સુનાવણી આપી આવી અપીલ અરજીઅોના નિર્ણય જીલ્લા કક્ષાની કમીટી દ્વારા કરવામાં આવે છે.

(૪) રાજકોટ જીલ્લામાં પ્રથમ તબક્કે આવી કુલ ૧૧૭ અપીલ અરજીઅો રજૂ થતા જે અપીલ અરજી અન્વયેના અરજદારોને રૂબરૂ સંભાળી ૮૦ જેટલી અપીલ અરજી મંજુર કરવામાં આવેલ છે અને બાકી ગેરહાજર રહેલા અરજદારોને ફરી રૂબરૂ સાંભળવા માટે હવે પછી સુનાવણી આપવામાં આવશે.

(પ) ગત વર્ષમાં રાજકોટ જીલ્લામાં વાજબી ભાવની દુકાનો તથા અન્ય મળી કુલ ૭પ૧ તપાસણીઅો, કરવામાં આવેલ, જે પૈકી અમુક કિસ્સામાં વાજબી, ભાવની દુકાનદારો સામે ગંભીર પ્રકારની ક્ષતિઅો જણાતા લાયસન્સ સસ્પેન્ડ તેમજ કાયમી રદ કરાવાના પગલા લેવામાં આવેલ છે.

(૬)રાજકોટ જીલ્લામાં વર્ષ ર૦૧૬ માં કુલ ૪૩ તેમજ વર્ષ ર૦૧૭ માં કુલ૧૪ મળી કુલ પ૭ ફરીયાદ અરજીઅો રજૂ થયેલ. તે પૈકી ૪૮ અરજીની તપાસણી કરતા જે કેસમાં  ગંભીર ક્ષતિઍ જણાતા તેવા કેસમાં ૬ કેસમાં ૯૦ દિવસમાટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને ૧ કેસમાં કાયમી ધોરણે પરવાનો રદ કરવામાં આવેલ છે.

(૭)  પ્રધાન મંત્રી ઉજજવલા યોજના હેઠળ રાજકોટ જીલ્લામાં ર૭.૩રર ગેસ કનેકશન ઇસ્યુ કરવામાં આવેલ છે.

(૮) ગત વર્ષમાં રાજકોટ જીલ્લામાં આવશ્યક ચીજ વસ્તુઅોના કાળા બજાર થતાં અટકાવવા અને તેના પુરવઠાની જાળવણીમાં બાધારૂપ ગેરકાયદેસર પ્રવૃતિઅો તાત્કાલીક અસરથી અટકાવવા માટે કુલ ૪ કેસમાં અટકાયતી પગલા લેવામાં આવેલ છે અને ડોર સ્ટેપ પરીવહન ઇજારાનો કોન્ટ્રાકટ રદ કરેલ છે. (૪.૧૮)

(3:36 pm IST)