Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

કોર્પોરેટર કમલેશ મીરાણીઍ રાતોરાત ભૂગર્ભ ગટર રીપેર કરાવી

રાજકોટ :. શહેરના ૧૫૦ ફુટ રીંગરોડ પર ઍમેઝોન હોલ સામે ભૂગર્ભ ગટરનું ઢાંકણુ તૂટી જતા જબરો ખાડો રોડ ઉપર પડી ગયેલ અને ઍક બાઈકને મોટો અકસ્માત થતા સહેજમાં રહી ગયેલ દરમિયાન આ બાબતે કોર્પોરેટર અને શહેર ભાજપના કોર્પોરેટર કમલેશ મિરાણીને જાણ થતા તેઅો તાત્કાલીક સ્થળ પર પહોîચી ગયેલ તેઅોની સાથે અગ્રણી વિક્રમભાઈ પુજારા અને જાગૃત નાગરીક પ્રણેસ ગજ્જરે પણ સ્થળ પર પહોîચી તાત્કાલીક ટ્રાફીક પોલીસને સ્થળ પર બોલાવી અને સીટી ઈજનેર ભાવેશ જાશીને ભુગર્ભના ઢાંકણાનું તાત્કાલીક રીપેરીંગ કરાવવા જાણ કરતા રાતોરાત રસ્તા પરનુ આ ઢાંકણુ રીપેર કરાવાયુ હતું જે તસ્વીરમાં દર્શાય છે. આ તકે ટ્રાફીક પોલીસ હીરાભાઈ રબારીઍ પણ રાત્રીના સ્થળ પર જઈને ટ્રાફીક વ્યવસ્થા સંભાળી આ કામગીરીમાં મદદરૂપ થયા હતા.

(3:35 pm IST)