Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

૧૫ વર્ષની બાળાને 'મારી દિકરી જેવી છો'કહી દુષ્કર્મ આચરનાર હવસખોર વૃધ્ધ ઝડપાયો

મહિલા પોલીસે સીતારામ સોસાયટીના લક્ષ્મણ રાઠોડ (કડીયા) (ઉ.૬૬)ની ધરપકડ કરી હવસનું ભૂત ઉતારી નાંખ્યુ

રાજકોટ તા. ૪ : શહેરના હુડકો ચોકડી પાસેના વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરા સાથે પાડોશી ૬૬ વર્ષના વૃધ્ધે દુષ્કર્મ આચર્યાના બનાવમાં મહિલા પોલીસે સીતારામ સોસાયટીમાં રહેતા કડીયા વૃધ્ધની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ હુડકો ચોકડી પાસેના વિસ્તારમાં રહેતી મહિલા બુધવારે મહિલા પોલીસ મથકે તેમની ૧૫ વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ કરી હતી. મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં જ રહેતો વૃધ્ધ લક્ષ્મણ કડીયાનું નામ આપ્યું હતું.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે દિવસ દરમિયાન કામે જતા હતા ત્યારે તેમની ૧૫ વર્ષની પુત્રી ઘરમાં એકલી રહેતી હતી. ગત તા. ૨૮ના બપોરે પાડોશી વૃધ્ધ લક્ષ્મણ કડીયા ઘરમાં ઘુસી ગયો હતો. સગીરા તેને માસા કહીને બોલાવતી હતી. પાડોશી હોવાને કારણે કોઇ કામ સબબ આવ્યો હશે તેનું માની સગીરાએ તેને ઘરમાં આવવા દીધો હતો. ત્યારબાદ તેણે સગીરા સાથે શારીરિક અડપલા શરૂ કર્યા હતા. સગીરાએ પ્રતિકાર કરવાની કોશિષ કરતા વૃધ્ધ લક્ષ્મણે તેને ધમકી આપી દુષ્કર્મ આચાર્યું હતું. આ ઘટનાથી સગીરા સ્તબ્ધ થઇ ગઇ હતી. બાદ સાંજે પરિવારજનો આવ્યા ત્યારે ચૂપ રહી હતી. બીજા દિવસે પણ વૃધ્ધ લક્ષ્મણ ઘરમાં ઘુસી ગયો હતો અને સગીરાને નિશાન બનાવી હતી પરંતુ ગત બુધવારે સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે જનાના હોસ્પિટલમાં ખસેડાઇ હતી ત્યાં પરિવારજનોએ પૂછતા સગીરાએ વાત કરતા દુષ્કર્મનો મામલો બહાર આવતા મહિલાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એમ.કે.દેસાઇ અને રાઇટર હિતેન્દ્રભાઇ ગઢવીએ હુડકો ચોકડી પાસે સીતારામ સોસાયટી શેરી નં. ૧માં રહેતો લક્ષ્મણ ગંગદાસભાઇ રાઠોડ (ઉ.વ.૬૬) (કડીયા)ની ધરપકડ કરી હતી.

દસ વર્ષ પહેલા લક્ષ્મણ રાઠોડને મકાનનું કામ ચાલતુ હતું ત્યારે તે પરિવાર સાથે સામે મહિલાના મકાનમાં ભાડે રહેતો હતો અને મહિલાના ઘરમાં અવાર-નવાર ઘરે આવતો જતો, સગીરા તેને માસા કહીને બોલાવતી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:31 pm IST)