Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

વેલનાથપરામાં આજીડેમ પોલીસનો દરોડોઃ તિનપત્તી રમતાં ૯ પકડાયા

રાજકોટ તા. ૪:  આજીડેમ પોલીસ મથકના પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરી હેઠળ પેટ્રોલીંગ દરમિયાન પી.એસ.આઇ. આર.વી. કડછા, જે. પી. નિમાવત, કનકસિંહ, મહિપાલસિંહ, શૈલેષભાઇ, જયદિપસિંહ સહિતના સ્ટાફે ખોખડદળના કાંઠે વેલનાથપરામાં દરોડો પાડી જાહેરમાં તિનપત્તીનો જૂગાર રમતાં  નવ શખ્સોને પકડી લીધા હતાં.

પકડાયેલાઓમાં રૂમિત બળદેવભાઇ જંજવાડીયા (ઉ.૨૫), પ્રવિણ ધનજીભાઇ સુરેલા (ઉ.૨૧), સુરેશ નરસીભાઇ સારોલા (ઉ.૫૦), શૈલેષ પ્રેમજીભાઇ દેગામા (ઉ.૩૧), મહેશ ધનજીભાઇ ડેડાણીયા (ઉ.૨૩), રમેશ તળશીભાઇ રોજાસરા (ઉ.૩૮), વિજય ઉર્ફ મુન્નો હરજીભાઇ જંજવાડીયા (ઉ.૨૯), પ્રવિણ અમરશીભાઇ કુરીયા (ઉ.૩૦) અને રઘુભાઇ પાંચાભાઇ ભટવારા (ઉ.૪૨) (રહે. બધા વેલનાથપરા)નો સમાવેશ થયા છે. પોલીસે રૂ. ૫૦૬૦ની રોકડ અને ગંજીપાના કબ્જે લીધા હતાં.

(12:30 pm IST)