Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

રેકોર્ડ કામગીરીઃ૧ અઠવાડીયામાં ૬ હજાર કનેકશન

પીજીવીસીયલ દ્વારા રાજકોટ શહેર-જીલ્લા તથા સોૈરાષ્ટ્ર-કચ્છમાં ખેતી તથા સિંચાઇમાં: આવી જ રીતે રેસીડેન્સીયલ કોમર્શીયલ તથા ઓૈધોગીક કનેકશન આપવા એમ.ડી. સુથાર તથા ચીફ ઇજનેર ગાંધી દ્વારા આદેશો

 રાજકોટઃ તા.૪, ગુજરાતમાં નવી સરકારની રચના બાદ પીજીવીસીએલ  દ્વારા ફકત ૧ અઠવાડીયામાં જ ૬૦૦ જેટલા નવા ખેતીવાડી- સિંચાઇના, વિજ કનેકશનો આપવામાં આવ્યા છે.  આ કનેકશનો રાજકોટ શહેર-જીલ્લા તથા સોૈરાષ્ટ્ર-કચ્છના ખેતી અને સિંચાઇ માટે તાત્કાલીકના ધોરણે આપવામાં આવેલ છે.

 પીજીવીસીએલના એમ.ડી.શ્રી સુથાર તથા ચીફ ઇજનેર શ્રી ગાંધીના સીધા માર્ગદર્શન અને સુચનાથી આ રેકોર્ડ બ્રેક કામગીરી કરવામાં આવી છે. સાથો સાથ રેસીડેન્સીયલ કોર્મશીયલ તથા ઓૈધોગીક કનેકશનો પણ કાયદામાં રહી ફટાફટ આપવા પણ સુચના આપવામાં આવી છે આ અન્વયે જો કોઇ ફરીયાદ આવશે તો તેની જવાબદારી સબડીવીઝનના ડેપ્યુટી એન્જીનીયરન રહેશેનું પણ આ અધીકારીઓેએ સુચના આપી છે.

નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ દરમ્યાન પીજીવીસીએલ દ્વારા ૫૮ હજાર કનેકશન  આપવામાં આવેલ જયારે ૨૦૧૬-૧૭ દરમ્યાન રેકોર્ડ બ્રેક ૬૫ હજાર કનેકશન જોડી દેવામાં આવ્યા છે.

(11:28 am IST)