Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું... બધા હયાત છે, છતા ર૦૧૭ ની ચૂંટણીમાં ત્રણના નામો ઉડાડી દિધા

શહેરના જાગૃત નાગરિક નારણભાઇ કાચાની સીધી ડાયરેકટ ચૂંટણી પંચમાં ફરીયાદઃ પગલા લેવા માંગણી

રાજકોટ: શહેરની વાલકેશ્વર સોસાયટી-શ્રીનગર શેરી નં. ૬ માં રહેતા કાચા નારણભાઇ જીવરાજભાઇએ ડાયરેકટ ચૂંટણી પંચને ફરીયાદ કરી પોતાની ફરીયાદ રાઇટ ટુ ઇન્સ્પેકશનમાં લેવા માંગણી કરી છે, અને ર૦૧૪માં લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા છતા, આ વખતે વિધાનસભા-ર૦૧૭ ની ચૂંટણીમાં પોતાનું અને બે પૂત્રીના નામો કઇ રીતે કમી અકિલા નખાતા તે અંગે જવાબ માંગ્યો છે. અને આ સંર્દભે ૭૦-દક્ષિણ મામલતદાર તંત્રના જવાબદારો સામે પગલા લેવા પણ માંગણી કરી છે. ઉપરોકત અમો ઘરના સર્વે કુટુંબીજનોને આપના દ્વારા આપવામાં આવેલ વર્ષ ર૦૧૪માં, અકીલા લોકસભા સામાન્ય ચૂંટણી મત વિસ્તારની સ્લીપ અમોને મળેલ છે. જેની તા.૩૦/૪/ર૦૧૪ ને બુધવારના ચૂંટણી સમય દરમ્યાન દરેક મતદાર કરેલ છે. જે જાણ સારૂ તેમજ અમારા ઘરના દરેક સભ્યો મોજુદ છે. અને છેલ્લા ર૬ વર્ષથી એકજ સરનમો રહું છું ત્થા હું અવસાન પામેલ નથી કે મકાન બદલાવેલ નથી મારા દરેક સભ્ય જીવન છે ફોર્મ નં. ૭, નામ કમી કરવા અંગે અમારા તરફથી કશી કાર્યવાહી કરવામાં આવેલ નથી તેમ છતાં કોઇપણ લેખીત બાંહેધરી કે આપવામાં આવેલ નથી જેતે સમયના બી.એલ.ઓ અમારે ઘરે આવેલ નથી ઘરના દરેક સભ્ય જીવત છ.ે મોજુદ છે. ત્થા દિકરીના વૈવીશાળ થતા નામ કમી કરાવેલ નથી તો આપના દ્વારા પ્રજાજનો નામ દાખલ કરી આપવા નામ કમી કરવા જે તે સમયેમાં કર્મચારીને હેરાન થવું ન પડે તે માટે ઘરે બેઠા બધી પ્રક્રીયા આપના દ્વારા થાય છે. તે ઘણું પ્રશંશનીય છે. તેમજ સને ર૦૧૭માં મારા પત્નીની માત્ર અને તે પણ એક પક્ષ દ્વારા સ્લીપ મળેલ છે તો અમારા ત્રણ સભ્યોના નામ કઇ રીતે કમી કરનાખેલ છે.તેમજ તા.૦૯/૧ર/ર૦૧૭ ના પાર્થ વિદ્યાલયમાં ઉપસ્થીત તમામ તમામ પ્રીસાઇડીંગ ઓફીસ પ્રથમ પુલીંગ ઓફીસર ત્થા બી.એલ.ઓ દ્વારા પણ રજુઆત કરેલ છે જે જાણ સારૂ તેમના તરફથી અમોને એવું કહેવામાં આવ્યું કે તમારે એક માસ બાદ સરકાર તરફથી પ્રોગામ આવે ત્યારે ૬ નંબરનું ફોર્મ નામ દાખલ કરવવા ફોર્મ ભરવુ પડશે ત્યાં જરૂરી આધાર પુરાવા આપવા પડશે જે તે કર્મચારીને આ કાર્યનો કશુજ ખ્યાલ નથી તેવા સહ કર્મચારી-બીન આવડત વર્ગ પાસેથી કામગીરી સોંપવામાં આવેલ છે. આ અંગેનો જવાબ આપવા પણ માંગણી કરી છે.(૬.૧૭)

(9:45 am IST)
  • બિહારના સમસ્તીપુર શહેરના ગોલા રોડ પરની યુકો બેન્કમાંથી ૮ સશસ્ત્ર લૂંટારૂઓએ 52 લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છુટ્યા : પોલીસે ઘટના સ્થળે પહુચીને તપાસ શરુ કરી : તમામ લૂંટારૂઓ સવારે 10-15 વાગ્યે બાઈક પર બેંકમાં પહોચ્યા હતા. access_time 3:51 pm IST

  • જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. access_time 9:52 am IST

  • દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી 1 કરોડના ડ્રગ્સ સાથે 1 શખ્શની કરાઈ ધરપકડ. access_time 10:53 am IST