Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

પત્નિએ કરેલ ભરણ પોષણનો કેસ ટ્રાન્સફર કરવાની રામજી મારકણાની અરજી નામંજુર

રામજી મારકણા ખુન કેસમાં આરોપી હોય હુમલાના ભયે ટ્રાન્સફરની અરજી કરી હતી

રાજકોટ તા. ૩: ગોંડલની કોર્ટમાં પત્નિએ ભરણપોષણ મેળવવા કરેલ કેસના અનુસંધાને ગોંડલના ખુન કેસમાં સંડોવાયેલ રામજી પ્રાગજી મારકણાએ આ કેસ ગોંડલમાં ચાલે તો પોતાના ઉપર હુમલો થયાનો ભય છે તેવું જણાવીને પત્નિએ કરેલ. ભરણપોષણનો કેસ ગોંડલ અને રાજકોટ સિવાયની કોર્ટમાં ટ્રાન્સફર કરવા કરેલ અરજીને ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે નકારી કાઢી હતી.

આ કેસની વિગતો મુજબ રામજીભાઇ પ્રાગજીભાઇ મારકણા ને પોતાના પર ખુની હુમલો થવાની દહેશત હોય તેમની પત્ની એ કરેલ ડોમેસ્ટીક નો કેસ ટ્રાન્સફર કરવાની અરજી રાજકોટ ડીસ્ટ્રીક જજ સાહેબની કોર્ટમાં કરેલ હતી.

આ અરજીની વિગતો મુજબ અરજદાર રામભાઇ પ્રાગજીભાઇ મારકણાને ગોંડલના ધારાસભ્યની ગેંગ સામે વાંધો ચાલતો હોય તેમજ તેમના સગા વીનુ શીંગાળાનું ખુન થયેલ હોય તેમની તેમજ અન્ય આરોપી વિરૂધ્ધ વિક્રમ રાણાના ખુનનો આરોપ હોય તે કેસ ચાલુ હોય તેમજ ગોંડલના ધારાસભ્ય સહીતના ત્રણને નિલેશ રૈયાણીના ખુનના ગુનામાં આજીવન કેદનો હુકમ થયેલ હોય અને જેની અપીલ પેન્ડીંગ હોય જે કામે અરજદાર રજુઆતો કરતા હોય અરજદારની સાથે વેરઝેર ચાલે છે. જેથી અરજદારની પત્ની એ ગોંડલ કોર્ટમાં ડોમેસ્ટીક વાયલન્સ એકટ મુજબની અરજી કરેલ છે તે અરજી ગોંડલ તેમજ રાજકોટ સીવાયની અન્ય કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવા અરજ કરેલ હતી.

આ કામે સામાવાળા વતી વકીલ શ્રી દેવાંગ અનંતરાય ત્રિવેદીની દલીલ મુજબ અરજદાર સામે મર્ડર કેસ છેલ્લા દસ વર્ષથી ચાલે છે તેમજ તેઓ તારીખોમાં હાજર પણ રહે છે તે સમયે અરજદારને હુમલો થવાનો કોઇ ભવય લાગેલ ન હતો અને અરજદારના પત્નીએ ડોમેસ્ટીકનો કેસ કરેલ અને જે કેસમાં મુદતે હાજર રહે તો તેમના પર હુમલો થવાનો ભય હોય તે માની શકાય તેમ નથી તેમજ અન્ય દીલો અને રજુઆતો ધ્યાને લઇ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ અરજદાર રામજીભાઇ પ્રાગજીભાઇ મારકણાની અરજી ના મંજુર કરેલ છે.

આ કામે રામજીભાઇ પ્રાગજીભાઇ મારકણાની પત્ની એટલે કે સામાવાળા વતી વકીલ શ્રી દેવાંગ અનંતરાય ત્રિવેદી રોકાયેલ હતા.

(3:54 pm IST)