Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

કોર્પોરેટરની ઘર વાપસી?

મવડીના એક નગરસેવકનો પક્ષ પલ્ટા માટે થનગનાટ

ઉચ્ચકક્ષાએ કરેલી રજૂઆતઃ પક્ષાંતર ધારાના મુદ્દે વાત અટકી પડી છે

રાજકોટ, તા. ર : વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થતાં મુખ્ય રાજકીય પક્ષો-ભાજપ અને કોંગ્રેસનાં રાજકીય સમીકરણોમાં ધરખમ ફેરફારો આવ્યા છે. ત્યારે જ એક કોર્પોરેટર તેના જુના પક્ષમાં ધરવાપશી માટે થનગની રહ્યાની ગરમા-ગરમ ચર્ચા કોર્પોરેશની લોબીમાં જાગી છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે રાજકોટ અકિલા મ્યુનિ. કોર્પોરેશનમાં રાજકીય ધમાસણની તૈયારીઓ શરૂ થઇ રહી છે. કોર્પોરેશનની લોબીમાં ચાલી રહેલ ચર્ચાઓ મુજબ ભાજપ કોંગ્રેસના ૭ર કોર્પોરેટર પૈકી ૧ કોર્પોરેટર પક્ષ પલ્ટા માટે થનગની રહ્યા છે. આ મવડી વિસ્તારના અકીલા કોર્પોરેટર પોતાના મુળ પક્ષમાં વાપસી માટે ઉચ્ચકક્ષાએ રજૂઆતોનો દોર ચાલી રહ્યાનું ચર્ચાઇ રહ્યું છે. હાલ કોર્પોરેશનમાં ભાજપના ૩૮ તથા કોંગ્રેસના ૩૩ કોર્પોરેટરો છે. આ નગર સેવકને ર૦૧પમાં માતૃપક્ષે કોર્પોરેટરની ટિકીટ ન ફાળવાતા તેઓએ સામેના પક્ષમાંથી ઝંપલાવ્યું હતું અને વિજેતા બન્યા હતા. એ કોઇ કારણસર આ કોર્પોરેટર મુળ પત્રમાં આવવા તૈયારીઓ ચાલુ કરી દીધાનું કોર્પોરેશન લોબીમાં તરેહતરેહની ચર્ચાઓ થઇ રહી છે. જોકે પક્ષાંતર ધારાના ટેકનીકલ મુદ્દાને કારણે હાલ તુર્ત આ કોર્પોરેટરની ઘર વાપસીની પ્રક્રિયા વિચારણામાં છે. કેમકે આ કોર્પોરેટર રાજીનામુ આપ્યા વગર જ પક્ષ પલ્ટો કરે તો પક્ષાંતર ધારો લાગુ પડે અને જો કોર્પોરેટર પહેલા રાજીનામુ આપે તો ફરી એ વોર્ડમાં પેટા ચૂંટણી આવે તેવી પણ એક ચર્ચાએ જોર પકડયુ છે. નોંધનીય છે કે હાલ આ વોર્ડમાં ભાજપના -૧ તથા ૩ -કોંગ્રેસના નગર સેવક છે.

 

 

(9:13 am IST)