Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

રાજકોટ મચ્‍છુ કઠીયા સઇ સુતાર(દરજી) જ્ઞાતિ ટ્રસ્‍ટ દ્વારા કાલે ૧૬માં સમુહ લગ્નોત્‍સવ

૧૧ દિકરીઓના પ્રભુતામાં પગલા, કરીયાવરમાં ૧૪૦થી વધુ વસ્‍તુઓ અપાશે

રાજકોટઃ શ્રી રાજકોટ મચ્‍છુ કઠીયા સઇ(દરજી) સુતાર જ્ઞાતિ ટ્રસ્‍ટ રજી.નં.એ-૧૪ દ્વારા આવતીકાલે તા.૪ને રવિવારના રોજ વિવાહ પાર્ટીપ્‍લોટ, ૫૦ફુટનો રોડ, ડીમાર્ટ વાળી શેરી, કુવાડવા રોડ, રાજકોટ ખાતે બપોરે ૧ વાગ્‍યાથી ૧૧ દિકરીઓનો ૧૬માં સમુહ લગ્નનું આયોજન કરેલ છે. જેમાં દિકરીઓને આશરે ૧૪૦ જેટલી વસ્‍તુઓ કરિયાવરમાં આપવામાં આવશે.

આ સમુહ લગ્નને સફળ બનાવવા માટે વિનોદભાઇ નાનાલાલ મકવાણા મે.ટ્રસ્‍ટી, વિનોદકુમાર કેશવલાલ પીઠડીયા ટ્રસ્‍ટી,  મુકેશભાઇ મનસુખભાઇ ગોહેલ પ્રમુખ,  અશ્વિનભાઇ અમૃતભાઇ પીઠડીયા ઉપપ્રમુખ, ભાવેશ એચ.મકવાણા(એડવોકેટ) મંત્રી, હરેશભાઇ બાબુભાઇ ચૌહાણ ખજાનચી, રાજુભાઇ કિશોરભાઇ ચૌહાણ સહખજાનચી, ચંદ્રેશભાઇ આર.પરમાર કારોબારી,  રાજનભાઇ પીઠડીયા યુવા પ્રમુખ, ચિરાગભાઇ ગોહેલ હરેશભાઇ ચૌહાણ, મહેશભાઇ મકવાણા, રાજેશભાઇ ચૌહાણ, મીનાબેન એ.ધામેચા, કલ્‍પનાબેન રાઠોડ તથા મહિલા મંડળના પારૂલબેન ચૌહાણ, શિતલબેન મકવાણા, પુજાબેન મકવાણા અને ભરતભાઇ સોલંકી જહેમત ઉઠાવી રહયા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:44 pm IST)