Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ઈવનિંગ પોસ્ટના સિનિયર સભ્યો માટે આજે- કાલે સંગીત સંધ્યા

રાજકોટઃ સરગમ કલબ સંચાલિત સીનીયર સીટીઝન પાર્ક ઈવનિંગ પોસ્ટમાં આજે તા.૩ શનિવારે સાંજે ૫:૩૦ કલાકે વન મેન શો ડો.અસિતભાઈ ભટ્ટ દ્વારા તેમજ તા.૪ રવિવારે સાંજે ૫:૩૦ કલાકે દિલ સુદર મ્યુઝીકલ દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં જુના હિન્દી ફિલ્મી ગીતો તેમજ મધુર યાદગાર ગીતો કારાઓકે ઉપર રજુ કરવામાં આવશે. સભ્યોએ આઈ કાર્ડ ઉપર પ્રવેશ મળશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ ઈવનિંગ પોસ્ટનાં ઈન્ચાર્જ મનસુખભાઈ મકવાણા, દિલીપભાઈ સોની અને ભાવેશભાઈ જોષી જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:09 pm IST)