Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

વીરપુર કાગવડ વચ્ચે ટ્રેન હેઠળ યુવક અને યુવતીએ પડતું મૂકી આપઘાત કર્યો :અરેરાટી

યુવક અને યુવતી પ્રેમી પંખીડા હોવાનું પોલીસનું અનુમાન: બંનેની ઓળખાણ મેળવવા તજવીજ

રાજકોટ :  જિલ્લાના વીરપુર કાગવડ વચ્ચે ટ્રેન હેઠળ યુવક અને યુવતીએ પડતું મૂકતાં અરેરાટી મચી ગઈ છે. ટ્રેન હેઠળ પડતું મુકનાર યુવક અને યુવતીના મોત થયા છે.

 આ અંગે મળતી વિગતો અનુસાર પોરબંદરથી શાંતાકોજી તરફ જતી ટ્રેન હેઠળ વીરપુર પાસે પડતું મૂકી આ બન્નેએ આપઘાત કરી લીધો છે. યુવક અને યુવતી પ્રેમી પંખીડા હોવાનું પોલીસનું અનુમાન છે. વીરપુર પોલીસે પહોંચીને યુવક અને યુવતીની ઓળખાણ મેળવવા તજવીજ હાથધરી છે. આ બન્નેએ ક્યા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સામે આવ્યું નથી.

(11:44 pm IST)