Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

કપાસીયા તેલમાં ૨૦ રૂ.નો ઉછાળો

રાજકોટ, તા. ૩ :. ખાદ્યતેલોના ભાવોમાં સતત ઘટાડા બાદ આજે કપાસીયા તેલમાં પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળ્યો હતો અને ૨૦ રૂ.ના ભાવ વધારો થયો હતો.

સ્થાનિક બજારમાં આજે સતત ઘટાડા બાદ કપાસીયા તેલમાં ફરી તેજી જોવા મળી હતી અને ૨૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૧૫૦ રૂ. હતા તે વધીને આજે બપોરે ૧૧૭૦ રૂ. બોલાયા હતા. કપાસીયા ટીનના ભાવ ૨૦૩૦થી ૨૦૬૦ રૂ. હતા તે વધીને ૨૦૫૦થી ૨૦૮૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

બપોર સુધીમાં કપાસીયા તેલ સિવાય અન્ય કોઈ ખાદ્યતેલોના ભાવોમાં ખાસ કોઈ વધઘટ ન હતી

(4:30 pm IST)