Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સુશ્રુત પાઈલ્સ હોસ્પિટલમાં રવિવારે હરસ, મસા, ભગંદર,ફિશરનો ફ્રી નિદાન- રાહતદરે સારવાર

અભયભાઈ ભારદ્વાજની પ્રથમ પુણ્યતિથિ નિમિતે : ભારદ્વાજ પરિવારના હસ્તે કેમ્પનું ઉદ્દઘાટનઃ દર્દીઓએ નામ નોંધાવી દેવા

રાજકોટ,તા.૩: યુવા ધારાશાસ્ત્રી અંશ એ. ભારદ્વાજના પિતાશ્રી સ્વ. અભયભાઈ ભારદ્વાજની પ્રથમ પુણ્યતિથિ નિમિતે મળમાર્ગના રોગો જેવા કે હરસ- મસા- ભગંદર- ફિશર માટે ફ્રિ નિદાન અને ચેકઅપ રાહત દરે સારવાર તા.૫ ના રવિવારે સવારે ૯ થી બપોરે ૧ દરમ્યાન સુશ્રુત પાઈલ્સ હોસ્પીટલ, (એસ્ટ્રોન ચોક)ખાતે રાખવામા આવેલ છે. કાર્યક્રમનું ઉદઘાટન નિતિનભાઈ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ અને અલ્કાબેન ભારદ્વાજ તથા સમગ્ર ભારદ્વાજ પરીવારના વરદ હસ્તે કરવામા આવશે.

હાર્મોનિક સ્કાલપેલ સંપુર્ણપણે ઓટોમેટીક મશીન છે, જેની ડીઝાઈન એકદમ કોમ્પેકટ છે. તેમા એવો કોમ્પ્યુટરાઈઝડ સોફટવેર પ્રોગ્રામ છે, જેમા કોઈ નવા રીસર્ચ ભવિષ્યમા થાય તો તે સોફ્ટવેર પ્રોગ્રામ તેમા અપડેટ થઈ શકે છે. એકમદ પરફેકટ અને માઈકો ડીસેકશન થઈ શકે છે. લાર્જ વેસેલ અને હાઈ સીલીંગ કેપીસીટી ધરાવે છે. આ મશીન ટચ સ્ક્રીનથી ઓપરેટ થાય છે. આ મશીનના મુખ્ય ફાયદા એ છે કે, તેમા અલ્ટ્રાસોનીક  દ્વારા સીલીંગ સાથે જ કટીંગ કરે છે. તેમા ઈલેકટ્રીસીટીનો ઉપયોગ ન થતો હોવાથી બીજી બધી જ ટેકનોલોજી કરતા આજુબાજુના ટીશ્યુ મ્યુકોઝા ચામડીને નહીવત ડેમેજ કરે છે. જેથી બ્લક લોસ અને બર્નીંગ નહીવત થાય છે અને હીલીંગ ઝડપથી થાય છે. આ મશીનથી બાળકો, મોટી ઉમરના, પ્રેગનેન્ટ લેડીઝ, બી.પી. કે હાર્ટ એટેકના રોગોથી પીડાતા દર્દીઓના નહીવત આડઅસરથી ઓપરેશન થઈ શકે છે. તેમજ લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા ઓપરેશન કરવાથી તદન નહીવત લોહી પડે છે.  દુઃખાવો તેમજ ઓછી બળતરા થાય છે. આડઅસર, જોખમો કે મળમાર્ગનો કંટ્રોલ બગડતો નથી તેમજ રીંગ પણ બગડતી નથી.

ડો. એમ.વી. વેકરીયાએ૨૦૦૩માં MIPHસ્ટેપ્લર ટેકનોલોજીનો અભ્યાસ જહોન્સન એન્ડ જહોન્સન મેડીકલ ઈન્સ્ટીટયુટ, મુંબઈ ખાતે કરેલ છે અને  HAL જર્મન ટેકનોલોજીનો અભ્યાસ ઓસ્ટ્રીયા- સ્વીટઝરલેન્ડમા કરીને ગુજરાત અને દેશનુ ગૌરવ વધાર્યું છે તેમજ વેસલ સીલર- IRC -પ્લગ બ્રસ્ટ અને અલ્ટ્રાસોનીક સ્કાલપેલ ટ્રેનીંગ કોર્ષ જર્મની ખાતે વેઝબર્ગ- યુનીવર્સીટીમાં કરી રાજકોટનું ગૌરવ વધારેલ છે.

 યુવા એડવોકેટ અંશ એ. ભારદ્વાજના પિતાશ્રી અભયભાઈ ભારદ્વાજ માનવધર્મને વરેલ હતા અને જીવનપર્યત હંમેશા કહેતા જીવ માત્ર પર દયા રાખવી, દિન દુખીયાઓની સેવા કરવી, સેવા કરવામાં વેઠના ઉતારવી, પરંતુ પ્રસન્નચિતે સેવા કરવામાં તત્પર રહેવુ એ જ સાચો ધર્મ છે, તેવુ કહેતા અને તેવુ જીવન પણ જીવી ગયા. તેઓ હંમેશા સાધુ- સંતો સાથે સત્સંગ કરતા અને  તેમની ભાવના અને સદ્દગુણોને અભયભાઈ ભારદ્વાજએ પણ તેમના જીવનમાં ઉતારેલ છે અને અવાર નવાર સામાજીક કાર્યક્રમો પણ કરતા. દર્દીઓએ તેમનું નામ સાંજના ૫ થી ૬ માં ફોન પર નોંધાવી દેવું મો.૯૩૬૪૧ ૦૪૭૨૭, મો.૮૧૪૧૬ ૭૦૦૬૯, ડો.એમ.વી.વેકરીયા, સુશ્રુત પાઈલ્સ હોસ્પિટલ, ડો.ગૌરાંગ પટેલ, ડો.અશોક પટેલ, એસ્ટ્રોન ચોક, સરદારનગર-૪, રાજકોટ 

(4:29 pm IST)