Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વહાલુડીના વિવાહના પ્રારંભે 'સુખની સપ્તપદી' વિષય ઉપર રવિવારે જવલંત છાયાનો સેમિનાર

દીકરાનું ઘર અને તળાવીયા પરિવાર પ્રેરિત વહાલુડીના વિવાહમાં નુતન અભિગમ

 રાજકોટ, તા.૩, 'દીકરાનું ઘર' વૃદ્ધાશ્રમ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ રર દીકરીઓના ધામધુમથી લગ્ન કરાવવામાં આવે છે. ચાલુ સાલ સતત ચોથા વર્ષે 'દીકરાનું ઘર' વૃદ્ધાશ્રમ અને સ્વ.હિરાભાઈ જીવાભાઈ તળાવીયા, ગં.સ્વ. શાંતાબેન હિરાભાઈ તળાવીયાનાં સંયુકત ઉપક્રમે આગામી તા.૨૬/૧૨ ને રવિવારનાં રોજ ર૨ દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે.

 વહાલુડીનાં વિવાહમાં જે ૨ર દીકરીઓનાં લગ્ન યોજાવાના છે. તે દીકરીઓ પોતાનાં સંસારમાં સુખી થાય, પોતાનું દામ્પત્ય જીવન પ્રસન્ન બને એવા આશયથી દીકરીઓ માટે 'સુખની સપ્તપદી' ઉપર આગામી તા.૫/૧૨ ને રવિવારનાં રોજ સાંજનાં ૪ થી ૫.૩૦ કલાકે આ સેમીનર સૌરાષ્ટ્ર હાઈસ્ફૂલના ઓડીટોરીયમમાં રાખવામાં આવેલ છે.

 આ અંગેની માહિતી આપતા સંસ્થાના સંસ્થાપક મુકેશ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, કિરીટભાઈ આદ્રોજા તેમજ આ લગ્નોત્સવનાં સહયોગી ભાવેશભાઈ પટેલ અને ભરતભાઈ પટેલે જણાવ્યું છે કે સામાન્ય રીતે સમુહ લગ્નોત્સવ ઘણા થતા હોય છે પ્રત્યેક મા-બાપની ઈચ્છા પોતાની દીકરીનો જન્મ થાય ત્યારથી જ તેના દીકરીના ઘરસંસારની ચિંતા થતી હોય છે. પરંતુ કમનસીબે આવી દીકરીઓના જીવનમાં અચાનક કરૂણા સર્જાય અને પિતાની છત્રછાયા માથેથી હઠી જાય ત્યારે અંધારું છવાઈ જતું હોય છે. આવા સમયે આવી દીકરીઓના લગ્ન ધામધૂમથી કરાવી આપવાનું સ્તુત્ય પગલું 'દીકરાનુંઘર' વૃદ્ધાશ્રમ છેલ્લા ત્રણ વર્ષથી કરી રહી છે. જેમાં ચાલુ સાલ તળાવીયા પરિવારનો સહયોગ પ્રાપ્ત થયો છે. 

 આ લગ્નોત્સવના મંગલ પ્રારંભે દીકરીઓ પોતાના સંસારમાં સ્થિર થાય, પોતાના પરિવારનું નામ ઉજાગર કરે. તેવા શુભ આશયથી જાણીતા લેખક અને ઉદઘોષક શ્રી જવલંતભાઈ છાયા (મો.૯૯૦૯૯ ૨૮૩૮૭)તો 'સુખની સપ્તપદી' ઉપર પોતાનું વકતવ્ય આપશે.

આ લગ્નોત્સવસફળ બને એ માટે સંસ્થાના મોભી મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, ડો.નિદત બારોટ, વલ્લભભાઈ સતાણી, પ્રતાપભાઈ પટેલ, હસુભાઈ રાચ્છ સહિતના શ્રેષ્ઠીઓ માર્ગદર્શન પુરું પાડી રહયા છે.

 તા.પ /૧૨ ના રોજ યોજાનાર સુખની સપ્તપદી સેમીનાર યશસ્વી બને એ માટે સંસ્થાના વસંતભાઈ ગાદેશા, હરેશભાઈ પરસાણા, સુનીલ મહેતા, પ્રવિણ હાપલીયા, પ્રજ્ઞેશભાઈ પટેલ, ગૌરાંગ ઠકકર, અશ્વિનભાઈ પટેલ,  ઉપેનભાઈ મોદી, કિરીટભાઈ પટેલ, દિપકભાઈ જલુ, ધર્મેશ જીવાણી, હરેન મહેતા, હરદેવસિંહ જાડેજા, રાકેશ ભાલાળા, ડો.શૈલેષ જાની, ઘનશ્યામભાઈ રાચ્છ સહિતના જહેમત ઉઠાવી રહેલ છે.

(4:29 pm IST)