Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સમગ્ર ભારતમાં એપ્રિલ -૨૦૨૧ 'વોટર હીરોઝ' સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ મહેન્દ્રસિંહ વિજેતા : ગુજરાત અને રાજકોટનું ગૌરવ વધાર્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પાણીની એક એક બુંદ બચાવોના આ સુત્રને સાર્થક કરતા મહેન્દ્રસિંહ ઝાલા

રાજકોટ,તા. ૩૦: વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી થી લઈ મુખ્યમંત્રીશ્રીઓ  મહાનગરપાલિકાના મેયર, પદાધિકારીઓ, કમિશનરો, અધિકારીઓ પાણીની બચત કરવા વખતો-વખત  જાહેરમાં અપીલ કરી ચૂકયાં છે. પરંતુ વરસાદી પાણી ભૂગર્ભમાં( વોટર હાવર્િેસ્ટંગ પોલીસી) ઉતારવા માટે નું કોઈ નક્કર આયોજન કે પ્રોજેકટ  હાથ ધરવામાં આવતા જ નથી જે પગલે વરસાદી પાણી નદી નાળામાં  જય દરિયામાં વહી જાય છે જેથી ભુગર્ભમાં  પાણી ના તળો ખૂબ જ ઊંડા જતા રહ્યા છે.

પાણીની બચત ને જિંદગીની બચત સમજી પોતાના જીવનમાં ઉતારનાર મૂળ વતન ખેરવા(તા.-વાંકાનેર) હાલ રાજકોટના કોઠારિયા કોલોની ખાતે રહેતા મહેન્દ્રસિંહ  દોલતસિંહ ઝાલા (નિવૃત્ત્। આઇ.ટી.આઇ સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર, સદસ્ય અંધ સર્વોદય મંડળ રાજકોટ)  એ પોતાના રહેણાંક પર આવતા વરસાદી પાણીની બચત કરી દર વર્ષે આશરે એક લાખ લીટરથી વધુ પાણી ભૂગર્ભમાં ઉતારી રહ્યા છે.આ મકાનમાં પોતે ભાડુઆત છે.  છતાં સ્વખર્ચે આ પદ્ઘતિ અપનાવી લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

આ ઉમદા કાર્ય બદલ સેન્ટર ગ્રાઉન્ડ વોટર બોર્ડ, જલ શકિત મંત્રાલય, ન્યૂ દિલ્હી દ્વારા આયોજિત  વોટર હીરો સ્પર્ધા એપ્રિલ ૨૦૨૧માં ફકત રાજકોટ જિલ્લામાં ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં મહેન્દ્રસિંહ ને વિજેતા જાહેર કરેલ છે.  જે ગુજરાત અને રાજકોટનું ગૌરવ ગણાય છે.વરસાદી પાણી  ને ભૂગર્ભમાં ઉતારી પાણી સંગ્રહ( વોટર હાવર્િેસ્ટંગ પોલીસી ક્ષેત્રે) ની કામગીરી બદલ ભારત સરકારે પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે ૬૦ વર્ષીય શ્રી ઝાલા દ્રષ્ટિહીન( પ્રજ્ઞા  ચક્ષુ)  દિવ્યાંગ છે તેમ છતાં આવું ઉમદા કાર્ય કરી લોકોને પ્રેરણા આપે છે પરમ કૃપાળુ પરમાત્મા  એ ઝાલાની રોશની છીનવી છે  પરંતુ આવતી પેઢીના જીવનમાં ખુશી ની રોશની લાવવાની લાંબી દ્રષ્ટિ જરૂર આપી છે. આ ઉમદા કાર્યમાં તેઓને યશરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને હર્ષદિપ સિંહ ગજેન્દ્રસિંહ ઝાલાએ સંપૂર્ણ સહયોગ આપેલ છે.

(4:25 pm IST)