Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

શિયાળાએ ઠંડીની અસર બતાવતા ગરમ વસ્ત્રોની બજારમાં ગરમાવો

રાજકોટ : છેલ્લા બે ચાર દિવસથી શિયાળાએ અસર બતાવી હોય તેમ રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ઠંડી વધી છે. માવઠાની અસર પણ સાથે જોવા મળી છે. લોકો ઠંડીથી બચવા ગરમ વસ્ત્રોની ખરીદીમાં લાગી ગયા હોય તેમ રાજકોટની ભુતખાના ચોકની બજારમાં છેલ્લા બે દિવસમાં સારી એવી ખરીદી નીકળી પડી છે. ગરમ જાકીટ, સ્વેટર, મફલર, કાનપટ્ટી, ટોપી, હાથ મોજા, શાલ સહીતની વિવિધ વેરાયટીઓ અહીં ઉપલબ્ધ હોય છે. તિબેટ અને હિમાચલથી વેપારીઓ દર વર્ષે અહીં ગરમ કપડાનો વેપાર કરવા આવે છે. તસ્વીરમાં ગરમ વસ્ત્રોની બજારમાં આવેલ ગરમાવાની અસર નિહાળી શકાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:34 pm IST)