Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

કાલથી મોરબીમાં બે દિવસીય ઓશો સાહિત્ય પ્રદર્શન તથા ધ્યાનોત્સવ

મોરબીમાં ઓશોનો અમુલ્ય સાહિત્ય રસ ચાખવાનો અમુલ્ય અવસર આયોજકઃ પોરબંદરના ઓશો પિરામીડ ધ્યાન કેન્દ્રના સંચાવીકામાં અંતર કિરણ (અલ્પા ટોડરમલ): સહઆયોજકઃ સ્વામી પ્રેમ યોગી (રમેશભાઇ રૈયાણી-ઓશો કેશર ફાર્મ તથા મહેશ સ્વામી)

રાજકોટઃ સંબુધ્ધ રહસ્યદર્શી સદગુરૂ ઓશોના પ્રવચનોની ખુબી એ છે કે ઓશોને ગયે ત્યાંથી વાંચી શકાય છે. સાંભળી શકાય છે. ગમે ત્યાંથી વાંચવા કે સાંભળવા છતા સાતત્ય ગુમાવાતુ નથી કે રસવૃતિ થતી નથી કે સમજમાં અડચણ પડતી નથી. તેમનું એક વાકય તેની પર્યાપ્તામાં છે. ઓશો ગદ્યમાં પણ બોલ્યા છે. તેમની અભિવ્યકિતમાં કાવ્ય છે. રહસ્યમયતા છે. તર્ક છે, વિજ્ઞાન છે, દુષ્ટતા છે, ટુંચકા છે, ઓશોની શૈલીને કારણે ભારેખમ ધાર્મીક પ્રવચનો રસાળ, સરળ અને આનંદ દાયક બન્યા છે.

તા.૪ તથા ૫ ડિસે. શનિ-રવિના ૨ દિવસીય ઓશો સાહિત્ય પ્રદર્શન તથા ધ્યાનોત્સવનો સમય સવારે ૮ થી ૧૦
:૩૦  દરમિયાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો તથા ઓશો કિર્તન ઉત્સવ સવારે ૮ થી ૧૦:૩૦  થી રાત્રીના ૯ વાગ્યા દરમિયાન ઓશોના હિન્દી-અંગ્રેજી તથા ગુજરાતી પુસ્તકોનું પ્રદર્શન તથા વેંચાણ દરેક પુસ્તકો પર ૧૫ ટકા વળતર રાખવામાં આવ્યું છે.

પુસ્તક પ્રદર્શનનું સ્થળઃ ઓશો સાહિત્ય પ્રદર્શન સ્વાગત હોલ રવાપર રોડ, કેનાલ ચોકડી, મોરબી

ઉપરોકત ઓશો સાહિત્ય પ્રદર્શનની મુલાકાત લેવા તથા ઓશો ધ્યાનોત્સવમાં સહભાગી થવા ઓશો સન્યાસી પ્રેમીમીત્રોને તથા સાહિત્ય પ્રેમી જાહેર જનતાને માં અંતરકિરણ, સ્વામી પ્રેમયોગી (ઓશો કેશર ફાર્મ) તથા મહેશ સ્વામીએ અનુરોધ કરેલ છે.

વિશેષ માહિતી અલ્પા લાલજીભાઇ ટોડરમલ ૯૧૦૬૪ ૪૮૫૯૦, ધ્યાન મહેષ સ્વામી ૯૯૭૯૨૨૦૯૪૬, રમેશભાઇ રૈયાણી (ઓશો કેશર ફાર્મ) ૯૮૭૯૦ ૧૦૭૬૯

(2:54 pm IST)