Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જી.ટી.શેઠ સ્કુલ ખાતે છાત્રોએ બનાવી વિશાળ રેડ રિબન

રાજકોટઃ વિશ્વ એઇડસ દિવસ અનુસંધાને વિવિધ ઉજવણીના ભાગરૂપે સવારે જી.ટી.શેઠ સ્કુલ કે. કે. વી. ચોક ખાતે છાત્રોની વિશાળ રેડરિબન બનાવાય હતી. જેમાં ધો. ૯ થી ૧૨ના એક હજાર છાત્રો જોડાયા હતા. છાત્ર શકિતને યુવાધનને જોડીને આ વર્ષે સંસ્થા એઇડસ પ્રિવેન્સનકલબ દ્વારા માર્ચ ૨૦૨૨ સુધી વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. શાળા ખાતેના કાર્યક્રમમાં ચેરમેન અરૂણ દવે તથા શાળાના આચાર્ય ભાવેશભાઇ દવે, સતિષભાઇ તેરૈયા અને શાળા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(2:53 pm IST)