Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વિવિધ પક્ષોમાં જવાબદારી સંભાળનાર નવનિયુકત ક્ષત્રીય બંધૂઓને ફુલડે વધાવતી રાજપૂત કરણી સેના

રાજકોટ : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા વિવિધ રાજકીય પક્ષોમાં ક્ષત્રીય રાજપૂત સમાજ બંધુઓને નવી જવાબદારી મળીએ બદલ મીઠાઇ ખવડાવીને મોં મીઠા કરાવી સ્વાગત અભિવાદન કરાયું હતું. ફુલહારથી સન્માનીત કરાયા હતાં. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ બક્ષીપંચ પ્રભારી ચમનસિંહ સિંધવ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ  મોરચાના કારોબારી સભ્ય અને મોરબી જિલ્લા પ્રભારી અજયસિંહ પરમાર, રાજકોટ શહેર ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ જયપાલસિંહ ચાવડા, રાજકોટ શહેર યુવા મોરચા મંત્રી સહદેવસિંહ ડોડીયા, રાજકોટ શહેર યુવા મોરચા મંત્રી પાર્થરાજસિંહ ચૌહાણ, રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ સંદીપસિંહ ડોડીયા વોર્ડ નં. ૪ ભાજપ ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ, વોર્ડ નં. ૭ ભાજપ યુવા પ્રમુખ અનિરૂધ્ધસિંહ વાળા, વોર્ડ નં. ૮ યુવા ભાજપ કારોબારી સભ્ય શકિતસિંહ રાઠોડ, વોર્ડ નં. ૧૬ યુવા ભાજપ મહામંત્રી જયસિંહ ડાભી તથા  શહેર ભાજપ બક્ષીપંચ મોરચામાં વોર્ડ નં.૮ પ્રમુખ મૌલિકસિંહ વાઢેર, વોર્ડ નં.૧૦ પ્રમુખ હેમંતસિંહ ડોડીયા, વોર્ડ નં. ૭ કારોબારી સભ્ય જયસિંહ રાઠોડ (જયુભાઇ) વોર્ડ નં.૧૪ કારોબારી સભ્ય જયદીપસિંહ દેવડા,વોર્ડ નં. પ કારોબારી સભ્ય પ્રવિણસિંહ રાઠોડ (પિન્ટુભાઇ), વોર્ડ નં.૧૭ કારોબારી સભ્ય ચેતનસિંહ સિંધવ તથા રાજકોટ તાલુકાના આણંદપર સમરસ ગ્રામ પંચાયતના સરપંચ ધનરાજસિંહ રાઠોડનો સન્માનિત કરાયા હતા. એજ રીતે કોંગ્રેસ પાર્ટીમાં નવનિયુકત હોદેદારો ક્ષત્રીય રાજપુત બંધુઓમાં રાજકોટ યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ હાર્દિકસિંહ રાજપુત રાજકોટ યુથ કોંગ્રેસ મહામંત્રી અભિરાજસિંહ તલાટીયા, રાજકોટ શહેર કોંગ્રેસ બક્ષીપંચ પ્રમુખ હિમાલયરાજસિંહ રાજપુતને સન્માનિત કરાય હતા.  આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર મહામંત્રી સંજયસિંહ વાઘેલા, રાજકોટ શહેર મંત્રી મહેન્દ્રસિંહ જાદવ, વોર્ડ નં.૧૬ ઉપપ્રમુખ સંજયસિંહ ચાવડા તથા અણીયારા અગ્રણી નારણસિંહ ખેરને સન્માનિત કરાયા હતા. રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા સન્માનિત સર્વે ક્ષત્રીય રાજપુત બંધુઓ પોતાના રાજધર્મની સાથે સ્વધર્મ એટલે કે ક્ષાત્રધર્મ નીભાવી સર્વ સમાજની સેવા કરી માં કરણી.માં ભવાનીના આશીર્વાદ મેળવી વધુ આગળ વધો એવી શુભકામનાઓ આપી હતી.

(2:47 pm IST)