Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

બાલભવનમાં ગમ્મત જ્ઞાન

 સૌરાષ્ટ્રનાં બાળકો માટે દુબઇની નામાંકિત 'ધ ફલાઇટ કલબ' દ્વારા બાલ ભવન ખાતે ફી ઇવેન્ટનુ઼ં નવિનતમ આયોજન કરવામાં આવ્યું હતું. ઓટો ડાયનેમીકસ મોડેલ્સ મેકીંગ, કેમીકલ રીએકશન, ઇનોવેટીવ ગેજેટસ, મીકેનીઝમ વર્કીંગ મોડેલ્સ મેકીંગ, ફલાયીંગ મશીન્સ મેકીંગ, ફન એકટીવીટીઝ જેવી સાયન્સ અને મેકેનીઝમને લગતી વિવિધતમ પ્રવૃતિઓ કરાવાઇ હતી. બાળકો પણ લાઇવ લર્નીંગ દ્વારા વિશ્વનાં બાળકો સાથે કદમથી કદમ મીલાવે એ હેતુથી બાલભવન રાજકોટનાં માનદ મંત્રી મનસુખભાઇ જોષી તથા ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) નાં સાથ હેઠળ 'ધ ફલાઇટ કલબ' તથા બાલભવન રાજકોટનાં સંયુકત ઉપક્રમે યોજાયેલ આ ઇવેન્ટમાં બાલભવનનાં ઓફિસ સુપ્રિન્ટેન્ટેન્ડ કિરીટભાઇ વ્યાસની જહેમત રંગ લાવતાં ૧પ૦ થી વધારે બાળકો સાથે વાલીઓએ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

(2:46 pm IST)