Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ભૂપત બોદરના જન્મદિન નિમિતે સેવાની સૌરભ મહેકી


રાજકોટ :  જિલ્લા પંચાયત પ્રમુખ  ભૂપતભાઈ બોદર ના જન્મદિવસ નિમિત્તે દૂધીબેન જસમતભાઈ બોદર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કસ્તુરબા ધામ ત્રંબા ખાતે  માનવ મંદિરમાં આશ્રય લઇ રહેલા દિવ્યાંગો ને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો તેમજ કસ્તુરબા ધામ ત્રંબા અને ગઢકા ખાતે કુપોષિત બાળકોને પેડ્રયાટ્રિક તજજ્ઞ દ્વારા ફરો મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું સાથે ન્યુટ્રીશન કીેટનું પણ ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કસ્તુરબાધામ સીટ વિસ્તારના તમામ કાર્યકરો ગૃપ દ્વારા જન્મદિવસની ભવ્ય ઉંજવણી કરવામાં આવી હતી. તેમજ  દાધા હનુમાન મંદિર ખાતે મહંત  રાઘવદાસજી મહારાજના સાનિધ્યમાં સુંદરકાંડનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુંદરકાંડના વક્તા  ભનુભાઈ પટેલ અને તેમના સાજીદા કલાકારો દ્વારા  દાધા હનુમાન મંદિરમાં આમંત્રિત મહેમાનો તથા કસ્તુરબા ધામ સીટ વિસ્તારના તમામ કાર્યકર્તાઓને સુંદરકાંડમાં રસ તરબોળ કરી દીધા હતા આ કાર્યક્રમમાં  જેમિનભાઈ ભુપતભાઈ બોદર,  જગદીશભાઈ બોદર,  જયેશભાઇ બોઘરા,  ધીરુભાઈ કોરાટ (માનવ મંદિર ટ્રસ્ટી),  શૈલેષભાઇ ગઢીયા,  કેયુરભાઈ ઢોલરીયા, સી.ટી.પટેલ,  મહેશભાઈ આટકોટીયા, વિશાલભાઈ અજાણી, રસીકભાઈ ખૂંટ,  સંજયભાઈ મોલીયા,  છગનભાઇ સખીયા,  બાબુભાઈ મોલીયા,  મનુભાઈ દરબાર,  સંદીપભાઈ રામાણી,  મહેશભાઈ આસોદરીયા,  વિનુભાઈ આસોદરીયા,  નિલેશભાઈ ખૂંટ,  કેતનભાઈ કાનાણી,  વજુભાઇ માર,  વલ્લભભાઈ મકવાણા,  નરેન્દ્રસિહ (મુખી),  યુવરાજસિંહ જાડેજા,  પ્રવીણભાઈ કયાડા,  ભવાનભાઈ નસીત, અશ્વિનભાઈ હાપલિયા,  નીતિનભાઈ રૈયાણી,  કલ્પેશભાઈ રૈયાણી, ભાવેશભાઈ ત્રાપસીયા,  અરવિંદભાઈ લોઠડા,  જી.એન.જાદવ વગેરે ઉંપસ્થિત રહીને ભૂપતભાઈ ના સારા આરોગ્ય માટે તેમજ ગ્રામ્ય લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

 

(11:24 am IST)