Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

કારોબારી બેઠક ૧૧મીએઃ વધારાની ગ્રાન્ટની સભ્યોની આશા અધૂરી રહેશે

રાજકોટ જિલ્લા પંચાયતમાં વિદાય પૂર્વેનો વહીવટી ધમધમાટ

રાજકોટ, તા. ૩ :. જિલ્લા પંચાયતના નવા કારોબારી અધ્યક્ષ શ્રીમતી ભાનુબેન તળપદાએ આજે પદગ્રહણ કર્યા બાદ પ્રથમ (અને કદાચ છેલ્લી) કારોબારી બેઠક તા.  ૧૧ ડીસેમ્બરે બોલાવી છે.

જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખની મુદત ૨૧ ડીસેમ્બરે પૂર્ણ થઈ રહી છે. સરકાર મુદત ન લંબાવે તો અંતિમ કારોબારી બેઠક બની રહેશે. પંચાયતની આર્થિક સ્થિતિ હાલ સભ્યોને વધારાની નોંધપાત્ર ગ્રાન્ટ ફાળવી શકાય તેવી નથી. હેતુ ફેરથી કોઈ નાણા ઉપલબ્ધ થાય તો સભ્ય દીઠ વિકાસ કામો માટે સામાન્ય રકમ મળી શકે છે. વર્તમાન સભ્યોને મુદત પુરી થતા પૂર્વે મોટી ગ્રાન્ટ મળી શકે તેવી કોઈ શકયતા નથી. આર્થિક બાબતોના નિર્ણયો લેવાના ન થાય તો કારોબારી બેઠક ઔપચારિક બની રહેશે. છેલ્લી કારોબારી બેઠક ગઈ તા. ૨૩મીએ મળી હતી. કારોબારીના નિર્ણયના આધારે સામાન્ય સભા અંગે નિર્ણય થશે.

(3:48 pm IST)
  • તાપીમાં સગાઇ કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા મામલોઃ ભાજપ નેતા કાંતિ ગામિત સહિત 4 આરોપીના સોનગઢ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. બાકીના 15 આરોપીની જામીન અરજીની તજવીજ હાથ ધરાઈ access_time 8:54 pm IST

  • ઈટાલીમાં કોરોના ગાંડોતુર બન્યો: એકાદ હજારના મોત : ઈટાલીમાં મોડી રાત સુધીમાં કોરોના નિમિતે 993 મૃત્યુ થયા છે. આજે ઇટાલીમાં સૌથી ઘાતક દિવસ નીવડ્યો હતો. access_time 11:53 pm IST

  • સંયુક્ત રાષ્ટ્ર સંઘે " ભાંગ " ને દવા તરીકે માન્યતા આપી : ભાંગમાં રહેલા ગુણોને ધ્યાને લઇ વિશ્વ સ્વાસ્થ્ય સંઘે નશીલા દ્રવ્યોની યાદીમાંથી દૂર કરી : મતદાન કરાતા ભાંગને ઔષધી તરીકે માન્યતા મળી : દવા સિવાય માત્ર નશા માટેનો ઉપયોગ ગેરકાયદે ગણાશે access_time 11:46 am IST