Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

કોવિડ-૧૯ નિયમો અંગે ૨૫ હોટલ -રેસ્ટોરન્ટોમાં મ.ન.પા.નાં આરોગ્ય વિભાગનું કડક ચેકીંગ

૫૦ ટકા ક્ષમતામાં જ બેઠક વ્યવસ્થા, સોશ્યલ ડિસ્ટન્સ, સ્ટાફનું તથા ગ્રાહકોનું થર્મલ ગનથી મેડીકલ સ્ક્રીનીંગ માસ્ક વગેરેનું કડક ચેકીંગ

રાજકોટ,તા. ૩: કોરોના વાયરસની પરિસ્થિતિની રોગચાળા અટકાયત માટે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં જુદા-જુદા વિસ્તારમા આવેલ હોટલ-રેસ્ટોરન્ટ્સની ચકાસણી ઝુંબેશ હાથ ધરવામા આવેલ. સદરહુ ઝુંબેશ દરમ્યાન વિવિધ મુદ્દાઓની ચકાસણી કરી જરૂરી સુચનાઓ આપવામા આવેલ.

જેમાં સેનીટાઇઝરનો કર્મચારીઓ દ્વારા યોગ્ય ઉપયોગ કરવો. સાબુ અને પાણી થી હાથ ધોવાની વ્યવસ્થા રાખવી. પ્રીમાઇસીસ ની અંદર / બહાર સ્વચ્છતા અને હાઇજીનીક કન્ડીશન્સ જાળવવી. ફરજીયાત માસ્ક પહેરવાના નિયમનુ કર્મચારીઓ દ્વારા પાલન કરવુ સોશીયલ ડીસ્ટન્સીંગ જાળવવુ તથા ફુલ કેપેસીટીથી ૫૦ ટકા બેઠકોનો જ ઉપયોગ કરવો. પ્રીમાઇસીસની અંદર / બહાર બીનજરૂરી ભીડ એકત્રિત ન થવા દેવી વગેરે બાબતોનું ચેકીંગ કરાયેલ.

આ કામગીરી અંતર્ગત  પ્રેમમંદીર પાસે સંકલ્પ રેસ્ટોરન્ટ, વિમલનગર મે.રોડ પર હરીઓમ ફાસ્ટફુડ, તથા આકાશવાણી ચોક વિસ્તારમા આવેલ કાકા.કોમ, ઓમસાંઇ રેસ્ટો., ન્યુ નેશનલ રેસ્ટો., બાપા સિતારામ ગુજરાતી થાળી, ઠાકરધણી રેસ્ટો., તથા યુનિવર્સીટી રોડ વિસ્તારમા આવેલ માહિસ્મતી રેસ્ટો., કિસ્મત રેસ્ટો., મેગી સેન્ટર, દ્વારકાધીશ હોટલ, નારણભાઇ ભેળવાળા, આશાપુરા રેસ્ટો., મહાદેવ હોટલ, લક્કી રેસ્ટો., વીલીયમ જોન્સ પીઝા, મીચીઝ રેસ્ટો., પીઝા કન્ટ્રી, ઇન્ફીનીટી રેસ્ટો., તથા કાલાવડ રોડ વિસ્તારમા આવેલ શ્રીજી હોટલ, સબ વે, સરદાર કા ધાબા, ઓનેસ્ટ, ચાઇ-ચાઇ, બેસ્ટ મયુર ભજીયા ને ચકાસણી કરી ગાઇડલાઇનનુ ચુસ્તપણે પાલન કરવા સુચના આપેલ હતી.

(3:47 pm IST)