Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ભૂપત બાબુતરની દારૂના ગુનામાં ધરપકડ

બળજબરીથી પૈસા-પ્રોપર્ટી કઢાવવાના કેસમાં સામેલ શખ્સ જેલમાંથી જામીન મુકત થતાં જ પ્રોહી.ના ગુનામાં પકડતી ક્રાઇમ બ્રાંચઃ અગાઉ ઓફિસમાંથી દારૂ મળી આવ્યો હતો

રાજકોટ તા. ૩: મોરબી રોડ પર આવેલી અર્જુન પાર્ક (સુચીત)ની પંદર કરોડની જમીન પડાવી લેવાના તેમજ અન્ય આવા બળજબરીથી પૈસા તથા પ્રોપર્ટી પડાવી લેવાના ગુનાઓમાં સામેલ સામા કાંઠાના બેડીપરા સિતારામ રોડ અંજની નિવાસ ખાતે રહેતાં ભૂપત વિરમભાઇ બાબુતર (ઉ.વ.૪૪)ની ક્રાઇમ બ્રાંચે ફરી એક વખત ધરપકડ કરી છે. આ વખતે તેની દારૂના ગુનામાં અટકાયત કરવામાં આવી છે.

અગાઉ ક્રાઇમ બ્રાંચે એક ગુનો નોંધ્યો ત્યારે તેની ઓફિસમાંથી દારૂ પણ મળ્યો હતો. તે અંગે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જેમાં તેની ધરપકડ બાકી હતી. આ કેસની તપાસ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, એસીપી ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, રાજદિપસિંહ ગોહિલ, ચેતનસિંહ ચુડાસમા, હેડકોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા અને ભરતસિંહ પરમાર કરી રહ્યા છે.

ભુપત બાબુતર અગાઉના કેસમાં જેલહવાલે થયો હતો. તે જામીન પર છુટતાં જ તેની દારૂના ગુનામાં ધરપકડ કરવામા આવી છે.

(3:47 pm IST)