Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ભાડલાના અપહરણના ગુન્હાનો આરોપી રાજકોટમાંથી પકડાયો

રૂરલ એસઓજીએ ઝડપી લીધોઃ ભોગ બનનાર બાળા પણ મળી આવી

રાજકોટ, તા. ૩ :. ભાડલા પોલીસ મથકના અપહરણના ગુન્હાના આરોપી તથા ભોગ બનનાર બાળાને રૂરલ એસઓજીની ટીમે રાજકોટમાંથી ઝડપી લીધા હતા. ભાડલા પોલીસ મથકના અપહરણના ગુન્હાનો આરોપી મુકેશ સોમાભાઈ માંડાણી (કોળી) રે. મૂળ નાના કંથારીયા (ઝુપડા) તા. ચોટીલા રાજકોટમાં માધવ વાટીકા શેરી નં. ૧ મકાન નં. ૪માં રહેતો હોવાની બાતમી મળતા રૂરલ એસઓજીના પીઆઈ એ.આર. ગોહિલ, હેડ કોન્સ. જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઈ ચાવડા તથા પો. કોન્સ. રણજીતભાઈ ધાંધલની ટીમે ઝડપી લીધો હતો. તેમજ ભોગ બનનાર બાળા પણ મળી આવતા બન્નેને ભાડલા પોલીસના હવાલે કરાયા હતા.

(3:46 pm IST)