Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

૧૦ ડીસે.થી શરૂ થનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા મોકુફ રાખવા માંગ

સુરેન્દ્રનગર જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ ધર્મરાજસિંહ ચુડાસમાની રજૂઆત

રાજકોટ, તા. ૩ :. કોરોનાની સ્થિતિમાં તા. ૧૦ ડીસે.થી લેવાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા પાછી ઠેલવાની માંગણી સુરેન્દ્રનગર ડીસ્ટ્રીકટ એનએસયુઆઈ પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમાએ કુલપતિને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યુ છે કે તા. ૧ ડીસેમ્બરથી લેવાનારી પરીક્ષા મોકુફ રાખી છે પરંતુ તા. ૧૦ની બીજા તબક્કાની પરીક્ષા યોજાવા જઈ રહી છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે તો તાત્કાલીક ધોરણે આ પરીક્ષા પાછી ઠેલવામા આવે તેવી માંગણી છે.

(3:15 pm IST)