Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

કોરોનાની સ્થિતિમાં તોતીંગ ફી લેતી ખાનગી શાળાઓ સામે કાર્યવાહીની રજૂઆત

મોદી સ્કૂલમાં ફી નિયમન પરીપત્ર મુજબ ફી લેવાતી નથીઃ પીજીઓને રજૂઆત

રાજકોટ, તા. ૩ :. કોરોનાની પરિસ્થિતિમાં ખાનગી શાળાઓનો ફીનો વિવાદ સતત ચાલુ છે ત્યારે જાગૃત વાલીઓ અને જાગૃત નાગરીકોએ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને ફી પ્રશ્ને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયુ છે કે મોદી સ્કૂલ રેવન્યુ સોસાયટી ખાતે આવેલ છે તે સ્કૂલમાં ગુજરાત સરકાર દ્વારા બહાર પાડેલ ફી નિયમન અધિનિયમ ૨૦૧૭ મુજબ ફી લેવામાં આવતી નથી. સ્કૂલના નિયમો મુજબ યેનકેન પ્રકારે રેગ્યુલર ફી વસુલવામાં આવે છે. વાલીઓની અ્નેક રજૂઆત છતા સંતોષકારક જવાબ પણ મળતો નથી. જો આ અંગે યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

(3:14 pm IST)