Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદે શ્રીમતી ભાનુબેન ધીરૂભાઈ તળપદા બિનહરીફ

મહિલાને બીજી વખત મળ્યુ કારોબારી અધ્યક્ષ પદઃ અઠવાડિયામાં બજેટ અંગે બેઠક

રાજકોટ જિલ્લા પંચાયતના નવા કારોબારી અધ્યક્ષ પદે ચૂંટાયેલા શ્રીમતી ભાનુબેન ધીરૂભાઈ તળપદાને અનિલકુમાર રાણાવાસિયા, નિલેષ વિરાણી, કે.પી. પાદરિયા, ડી.કે. સખિયા, પરસોતમ સાવલિયા અને સભ્યોએ શુભેચ્છા પાઠવેલ તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૩ :. જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કે.પી. પાદરિયાને સરકારે હટાવતા તેમની ખાલી પડેલ જગ્યા પર આજે પડધરી-મોવૈયાના શ્રીમતી ભાનુબેન ધીરૂભાઈ તળપદા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તેણીએ વિકાસ કામોને વધુ વેગ આપવા અને સુધારા બજેટ માટે અઠવાડિયામાં જ ખાસ કારોબારી બેઠક બોલાવવાનું જાહેર કર્યુ છે.

શ્રીમતી તળપદાની વરણી માટે ચતુરભાઈ રાજપરાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવેલ. નવા કારોબારી અધ્યક્ષ તરીકે ભાનુબેનના નામની દરખાસ્ત નારણભાઈ શેલાણાએ કરેલ. તેને કે.પી. પાદરિયાએ સમર્થન આપેલ. અન્ય કોઈની ઉમેદવારી ન હોવાથી ભાનુબેન બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. સરકાર ચૂંટાયેલી પાંખની મુદત ન લંબાવે તો તેઓ માત્ર ૧૮ દિવસ માટે જ અધ્યક્ષ રહેશે. જિલ્લા પંચાયતમાં અગાઉ રેખાબેન પટોળિયા બાદ ભાનુબેન બીજા મહિલા કારોબારી અધ્યક્ષ બન્યા છે.

શ્રીમતી ભાનુબેનને ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખિયા, પૂર્વ કારોબારી અધ્યક્ષ પરસોતમભાઈ સાવલિયા, પૂર્વ પંચાયત પ્રમુખ નિલેષ વિરાણી વગેરેએ અભિનંદન આપ્યા હતા.

(3:13 pm IST)