Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

અભયભાઈ દાઉદી વ્હોરા સમાજ માટે હંમેશા મદદરૂપ બનતાઃશ્રધ્ધાંજલી

રાજકોટઃ રાજકોટ દાઉદી વ્હોરા સમાજની પી.આર.ઓ. કમીટીના સભ્યો યુસુફભાઈ જોહર કાર્ડસવાલા, શાકીરભાઈ કાચવાલા, હસનેનભાઈ જોહરકાર્ડસવાળા, અબ્બાસભાઈ ત્રવાદી, શબ્બીરભાઈ કાચવાલા, અસગરભાઈ વંથલીવાલા, જાબીરભાઈ લોટીયાએ રાજયસભાના સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજને શ્રધ્ધાંજલી અર્પણ કરતાં જણાવેલ કે અભયભાઈ સૌને સાથે રાખીને ચાલવાનો સ્વભાવ હતો. એક અદના માર્ગદર્શક ગુમાવ્યા છે. તેઓ બધા માટે વડીલની ગરજ સારતા તેઓ અમારા માર્ગદર્શક બની રહેતા હતા. તેઓના નીખાલસ સ્વભાવના કારણે તમામ ક્ષેત્રના લોકો સાથે ગાઢ આત્મિયતા હતી. દાઉદી વ્હોરા સમાજના કોઈપણ કામ માટે હંમેશા મદદરૂપ થતા હતા.

(2:50 pm IST)