Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

એકતા સોસાયટીમાં ચેતન ટીમાણીયાના મકાનમાં દરોડો : પત્તા ટીંચતા ૪ ઝડપાયા

મકાન માલીક ચેતન તથા દિલીપસિંહ, ઇકબાલ અને નરશીની ધરપકડ

રાજકોટ તા. ૩ : પરાપીપળીયા પાસે એકતા સોસાયટીમાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પરાપીપળીયા પાસે આવેલી એકતા સોસાયટીમાં મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. હંસરાજભાઇ જાપડીયાને બાતમી મળતા પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.એસ.પટેલ, એચ.વી.સોમૈયા તથા હેડ કોન્સ. ખોડુભા, વનરાજભાઇ, હંસરાજભાઇ તથા કિશોરભાઇ સહિતે એકતા સોસાયટીમાં ચેતન કિશોરભાઇ ટીમાણીયાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક ચેતન ટીમાણીયા તથા એકતા સોસાયટી ૨૫ વારીયા કવાર્ટરના દિલીપસિંહ પ્રતાપસિંહ ઝાલા, ઇકબાલ આમદભાઇ શેખ અને નરશી ભીખાભાઇ વાઘેલાને પકડી લઇ રૂ. ૧૦૫૭૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(2:49 pm IST)