Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

મ.ન.પા.ની સેન્ટ્રલ ઝોન કચેરી નવી બન્યાનાં વર્ષો પછી તંત્રને પી.ઓ.પી. ડેકોરેશનનું સુઝયું!

નવી કચેરી બની તે વખતે ડેવલોપરનાં ખર્ચે કામ થઇ જાત હવે પ્રજાનાં ખર્ચે તાગડધિન્ના?

રાજકોટઃ મ.ન.પા.ની સેન્ટ્રલ ઝોન કચેરીને વર્ષો અગાઉ બી.ઓ.ટી. ધોરણે એટલે કે લોકભાગીદારીથી નવી નકોર બનાવાઇ હતી. તે વખતે ડેવલોપરને ૧પ૦ ફુટ રીંગ રોડ પર કિંમતી જમીન મફતમાં આપી તેનાં બદલે આ નવા બિલ્ડીંગનું બાંધકામ-ફર્નિચર વગેરે ડેવલોપરે કરી આપેલ પરંતુ તે વખતે પદાધિકારીઓનાં વિભાગની લોબીમાં પી.ઓ.પી. ડેકોરેશન કરાવાયું ન હતું અને હવે વર્ષો પછી કોણ જાણે કેમ તંત્રને પી.ઓ.પી. ડેકોરેશન કરાવવાનું સુઝયું હોય તેમ છેલ્લા બે દિવસથી પદાધિકારીઓની ચેમ્બરો-શાસકપક્ષ કાર્યાલયની લોબીમાં કોઇ ઇમરજન્સી ન હોવા છતાં પી.ઓ.પી. ડેકોરેશનનાં કામનો ધમધમાટ શરૂ થયો છે જે તસ્વીરમાં નજરે પડે છે. આમ જો બિલ્ડીંગનાં નિર્માણ વખતે જ પી.ઓ.પી. થઇ ગયું હોત તો ડેવલોપરનાં ખર્ચે થઇ ગયું હોત તો ડેવલોપરનાં ખર્ચે કામ થઇ જાત જયારે હવે વર્ષો પછી આ કામ થતાં તેનો ખર્ચ પ્રજાની તિજોરીમાંથી જ થશે. તેવા સંજોગો સર્જાયા છે.

(2:44 pm IST)
  • નરેન્દ્રભાઈ બે દિવસની કચ્છની મુલાકાતે આવી રહ્યા છે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાશે આવી રહ્યાનું જાણવા મળે છે શ્રી નરેન્દ્ર ભાઈ મોદી આગામી ૧૪ અને ૧૫ ડીસેમ્બર ના રોજ કચ્છ આવી રહ્યા છે. માંડવી ખાતે ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે અને ખાવડામા જંગી સોલાર પ્રોજેકટનુ ખાતમુહૂર્ત કરશે. તેઓશ્રી ધોરડો ખાતે રાત્રી રોકાણ કરે તેવી પણ શકયતા છે. access_time 1:55 pm IST

  • મોડી રાત્રે વાવાઝોડાની અસર રૂપે તામિલનાડુમાં ઠેરઠેર અતિભારે વરસાદ પડી ગયો છે ચેન્નાઈમાં આવતીકાલે સવાર સુધી અતિભારે વરસાદની આગાહી થઈ છે જ્યારે તામિલનાડુમાં સોમવાર સુધી વરસાદ વરસતો રહેશે તેવી ધારણા છે access_time 11:50 pm IST

  • હરિયાણા પૂર્વ મુખ્યમંત્રી ઓ પી ચૌટાલા ને કોરોના પોઝિટિવ આવતા તેમને દિલ્હી-ગુડગાવની મેંદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે access_time 12:04 am IST