Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

અંબાજી કડવા પ્લોટમાં મકાનમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાંચનો દરોડો : ૪ ઝડપાયા

રાજકોટ તા. ૩ : અંબાજી કડવા પ્લોટમાં હરીકૃષ્ણ એપાર્ટમેન્ટની સામે આવેલા મકાનમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ચાર શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ પર હરિકૃષ્ણ એપાર્ટમેન્ટની સામેના મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની એએસઆઇ જયેશભાઇ નિમાવત, હેડ કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા તથા ચેતનસિંહ ચુડાસમાને બાતમી મળતા પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે.જાડેજા, રાજદિપસિંહ ગોહિલ, હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર તથા સ્નેહભાઇ ભાદરકા સહિતે અંબાજી કડવા પ્લોટમાં હરીકૃષ્ણ એપાર્ટમેન્ટની સામે આવેલા મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલીક ગીરીશ પ્રભુદાસભાઇ કતીરા, કોઠારીયા રોડ જુનુ કેદાર શેરી નં. ૧૦ના ગીરીશ અમૃતલાલભાઇ વાજા, રણુજા મંદિર પાસે જુનુ સોમનાથ સોસાયટી-૩ના રમેશ કેશવલાલભાઇ દવે અને કોઠારીયા રોડ મેહુલનગરના જીજ્ઞેશ ઉર્ફે જયેશ પ્રવિણભાઇ ગોહેલને પકડી લઇ રૂ. ૧,૧૩,૭૦૦ની રોકડ તથા બે બાઇક અને ત્રણ મોબાઇલ મળી રૂ. ૧,૯૧,૭૦૦ની મત્તા કબ્જે કરી હતી.

(1:39 pm IST)