Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

અભયભાઈએ રાજકોટ જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડના પ્રમુખ તરીકે આપેલી સેવાઓ જીવનભર યાદ રહેશે

રાજકોટ શહેર- જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ દ્વારા સિનિયર ધારાશાસ્ત્રીને શ્રધ્ધાંજલી

રાજકોટ શહેર અને જીલ્લા ભારત સ્કાઉટ ગાઈડ પરિવાર દ્વારા રાજયસભાનાં સાંસદ શ્રી અભયભાઈ ભારદ્વાજ (પ્રમુખ રાજકોટ જીલ્લા ભારત સ્કાઉટ ગાઈડ)ને શ્રધ્ધાંજલી પાઠવતા કહ્યું કે શ્રી અભયભાઈ ૨૦૦૭થી રાજકોટ જીલ્લા ભારત સ્કાઉટ ગાઈડનાં પ્રમુખ તરીકે હતા. તેઓએ આફ્રિકાનાં યુગાન્ડા દેશમાં ઝીંઝા ખાતે વિદ્યાર્થીકાળ દરમ્યાન ''પ્રેસીડન્ટ સ્કાઉટ'' તરીકે પણ રહી ચૂકયા છે. જીલ્લા ચીફ કમિશનર શ્રી મનિષ મહેતાનાં જણાવ્યા મુજબ તેઓ સ્કાઉટ ગાઈડ પ્રવૃતિને વેગ આપવા માટે ઘણી જહેમત ઉઠાવી માર્ગદર્શન પાઠવેલ હતું. સ્કાઉટ ગાઈડ પરિવારનાં મોભી સૌના માર્ગદર્શક એવા શ્રી અભયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા. એ વાતનો વિશ્વાસ કરવો અશકય છે. એમના દ્વારા શિખવેલા સિધ્ધાંતોનું જતન કરવાના વચન સાથે હદયપૂર્વક શ્રધ્ધાંજલી પાઠવીએ છીએ. એમના પરિવાર શુભેચ્છા- મિત્રમંડળ- ચાહકોને આઘાત સહન કરવાની પ્રભુ શકિત અર્પે એવી પ્રાર્થના.

ગુજરાત સ્કાઉટ ગાઈડ ચીફ કમિશનર જનાર્દન પંડયા, રાજકોટ જીલ્લા ચીફ કમિશનર મનિષ મહેતા, જીલ્લા મંત્રી ભીખાલાલ સિદપરા, કો- ઓર્ડીનેટર ભરતસિંહ પરમાર, સાવિત્રીબેન ઉપાધ્યાય, રામદેવભાઈ વાળા, હિનાબેન જાની, સંદિપ વાળા, જુલીબેન હિંગરાજીયા, નયન મહેતા, અલ્કાબેન મોરી, ગીતાબેન ડોબરીયા, કલ્પેશ ત્રિવેદી, વિજય રાવલ, શોભનાબેન ટંકારીયા, દિનેશ પી.પટેલ, હર્ષિદાબેન માંકડીયા, હરેશ રાવલ, વેર્સ્ટન રેલ્વે સ્કાઉટનાં શ્રી કિશોર પંડયા, જયંત ત્રિવેદી, અભિજીત શાહ, તેમજ સમગ્ર રાજકોટ શહેર જીલ્લા સ્કાઉટ ગાઈડ પરિવાર ઉંડા શોક સાથે શ્રધ્ધાંજલી પાઠવે છે. તેમ જીલ્લા ચીફ કમિશનર મનિષ મહેતાની યાદીમાં જણાવેલ છે.

(11:32 am IST)
  • બાંધકામ માટે ઓનલાઇન મંજૂરી સેવાનો પ્રારંભ કરાવતા વિજયભાઈ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઓનલાઇન મંજૂરી સીસ્ટમ્સનો પ્રારંભ કરાવ્યો છે. રાજયમાં બાંધકામ માટે હવે ઓનલાઇન મંજૂરી મળશે. ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ ૨.૦ શરુ કરવામાં આવી છે. access_time 1:55 pm IST

  • શેર બજારના પ્રારંભે ઉછાળો : શેરબજારના પ્રારંભે ૧૭૬ પોઈન્ટનો ઊછાળો આવ્યો અને ૪૪,૭૯૪ ઉપર આંક પહોંચ્યો : જયારે નિફ્ટી ૫૯ પોઈન્ટના વધારા સાથે ૧૩,૧૭૨ ના આકે પહોંચી. access_time 11:22 am IST

  • મોડી રાત્રે વાવાઝોડાની અસર રૂપે તામિલનાડુમાં ઠેરઠેર અતિભારે વરસાદ પડી ગયો છે ચેન્નાઈમાં આવતીકાલે સવાર સુધી અતિભારે વરસાદની આગાહી થઈ છે જ્યારે તામિલનાડુમાં સોમવાર સુધી વરસાદ વરસતો રહેશે તેવી ધારણા છે access_time 11:50 pm IST