Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

કોર્પોરેશનની ઓડીટ શાખામાં અધિકારીને ફસાવી દેવાનું કારસ્તાન છતુ

ચીફ ઓડીટરે કમિશ્નરનેપત્ર પાઠવીને ઓડીટના જ પુર્વ કર્મચારીએ કરેલી કળાની પોલ ખોલી

રાજકોટ, તા., ૩: મ્યુ. કોર્પોરેશનની ઓડીટ શાખામાં આંતરીક ડખ્ખાને કારણે મુખ્ય અધિકારી વિરૂધ્ધ નનામી અરજીઓ કરી તેઓને ફસાવી દેવાનું કારસ્તાન ચીફ ઓડીટરે મ્યુ.કમિશ્નરને પત્ર પાઠવીને છતુ કરતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

આ અંગેસતાવાર પ્રાપ્ત માહીતી મુજબ ઓડીટ વિભાગના જ એક પુર્વ કર્મચારીએ શાખાના મુખ્ય અધિકારી એવા ચીફ ઓડીટર વિરૂધ્ધ મ્યુ. કમિશ્નરને નનામી અરજી કરી અને પગલા લેવા રજુઆત કરી હતીજે અંગે ચીફ ઓડીટરે મ્યુ. કમિશ્નરને ખાનગી પત્ર પાઠવી અને જણાવ્યું હતું કે અગાઉ ઓડીટવિભાગમાં ફરજ બજાવતા કર્મચારીનેબેદરકારીને કારણે તેઓ પાસેથી મહત્વની કામગીરી પરત લઇ સરળ કામગીરી સોંપાયેલ અને શોકોઝ નોટીસ અપાયેલ જેનો જવાબ આપવાને બદલે આ કર્મચારી અમોને ધાક-ધમકી સામે ફસાવી દેવા નનામી અરજીઓ કરી રહયો છે.

આમ આ પ્રકરણમાંઓડીટના જ પુર્વ કર્મચારીની 'કરામત' હોવાનો ભાંડો ચીફ ઓડીટરે ફોડયાનુંચર્ચાય છે.

(4:15 pm IST)