Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

સોમવારે ઇદે ગૌષિયાનું જુલૂસ નિકળશે

વ્યવસ્થા માટે યાદે ગૌષુલવરા કમિટી જાહેર કરતા મહેબુબ અજમેરી ટુંક સમયમાં જુલૂસનો રૂટ જાહેર કરવામાં આવશે

રાજકોટ, તા. ૩ : સામાકાંઠે આવેલ હુબલીશા કબ્રસ્તાન ખાતે રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારના મુસ્લીમ અગ્રણીઓની મીટીંગ ઇદે ગોષિયાના જુલૂસ બાબતે મુખ્ય સંચાલક : મહેબુબભાઇ અજમેરીના પ્રમુખ સ્થાને મળેલ જેમાં દર વર્ષની જેમ ભવ્ય જુલૂસ નિકળે તેની વ્યવસ્થા માટે કમિટીની રચના કરવામાં આવેલ હતી. આ  કમિટીમાં જુદા જુદા વિસ્તારો મુસ્લીમ અગ્રણીઓની નિમણુંક કરવામાં આવેલ છે. આ જુલૂસની આગેવાની સૈયદ- સાદાતોની રહેશે. આ જુલૂસ તા. ૯-૧ર-૧૯ને સોમવારે બપોરે ૩ કલાકે રામનાથપરા ગરબી ચોકમાંથી નિકળશે જુદા જુદા વિસ્તારોમાંગથી મુસ્લીમો પોતાના વાહન શણગારી ભેગા થશે. ત્યાંથી લાઇન દોરી રૂપે જુલૂસને લિલી ઝંડી આપવામાં આવશે. આ જુલૂસ ગત સાલની જેમ હઝરત ગૈબનશાહપીરની દરગાહ ખાતે પહોચશે અને દરગાહના પટાંગણમાં સલાતો સલામ પઢી જુલૂસનું વિસર્જન કરવામાં આવશે.

પિરોના પિર હુઝુર ગૌષેપાકની શાનમાં શહેરના તમામ મુસ્લીમ બિરાદરોને જુલૂસમાં ઉમટી પડવા કમિટી તરફથી અપીલ કરવામાં આવે છે. મુખ્ય આયોજક મહેબુબભાઇ અજમરે યાદે ગૌષુલવરા કમિટીના પ્રમુખ : અજરૂદ્દીન કાદરી અને કાર્યકારી પ્રમુખ એજાજ બાપુ બુખારી, ઉપપ્રમુખો : હબીબભાઇ કટારીયા, યુનુસભાઇ જુણેજા (જયહિંંદ), ઇકબાલ ભાઇ બેલીમ, હારૂનભાઇ શાહમદાર, યુનુસભાઇ જામનગરી સલીમ આરબ, પરવેઝ ભાઇ કુરેશી, રજાકભાઇ કારીયાણીયા ગફારભાઇ ખલીફા, ઇમરાનભાઇ પરમાર, યાકુબખાન પઠાણ, રજાકભાઇ જુણેજા અનવરભાઇ દલ, હુશેનભાઇ હાલપૌત્રા, અમીનભાઇ સમા, વકાર બ્લોચ ફિરોજભાઇ અજમરેલી, યાસીનભાઇ અજમેરી, સલમીભાઇ મુલતાની, બસીરભાઇ સમા, આદમભાઇ ચાનિયા, યુસુફભાઇ સોપારીવાલા, રહીમભાઇ સોરા રાજુભાઇ દલવાણી, ડો. અબ્દુલ બેલીમ, રમજાનભાઇ ભલુર, ફારૂકભાઇ કટારીયા, સદામભાઇ મન્સુરી, હનીફભાઇ માંડકીયા, હસનભાઇ આરબ, રહીમભાઇ નકાણી જબારબાપુ કાદરી, ઇમરાન (સુમો) અયુબભાઇ તાઇ, અફજલ ભાઇ ભૈયા મુસાભાઇ સુમરા, યુસુફભાઇ દોઢીયા, અસલમભાઇ આરબ, અલ્તાનફભાઇ ભગાડ, મુન્નવરખાન પઠાણ, ગફારબાપુ કાદરી સહિતની ગોષુલવરા કમેટીના પ૧ સભ્યોની ટીમ જાહેર કરવામાં આવેલ છે.

(4:04 pm IST)
  • વિજયભાઈ રૂપાણીના ભત્રીજા અને ભત્રીજા વહુને બગોદરા પાસે અકસ્માત : બંને હેમખેમ : ઝાયડ્સ હોસ્પિટલમાં એક દિવસ દેખરેખ હેઠળ રાખેલ છે : આજે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સગા ભત્રીજા શ્રી અમિનેષ રૂપાણી અને તેમના પત્નિ શ્રીમતી વિમી રૂપાણીને બગોદરા પાસે અકસ્માત નડ્યો હતો. સામેની સાઇડેથી ગમે તે કારણોસર કોઈ મોટર અમિનેષના મોટરની દિશામાં આવી ટકરાતા અમિનેષને અને તેના પત્નિ બંનેને તાત્કાલીક અમદાવાદ સાવચેતીરૂપે લઈ જવામાં આવેલ. ઝાયડ્સ હોસ્પિટલમાં સીટી સ્કેન અને બધી જ તપાસ કરતા સંપૂર્ણ નોર્મલ અને ભયમુકત હોવાનું જાણવા મળે છે, આમ છતા તેમને એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અમિનેષ અને વિમીબેનની તબિયત સારી છે. બંને ભયમુકત છે. access_time 3:56 pm IST

  • પાંચમી ડિસેમ્બરે રિઝર્વ બેન્ક સતત છઠ્ઠી વખત વ્યાજદરમાં ઘટાડો જાહેર કરી શકે છે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે access_time 10:49 pm IST

  • હૈદરાબાદ ગેંગ રેપ : બળાત્કારીઓને જ્યાં સુધી ફાંસીની સજા નહીં થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરીશ : દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલનો વડાપ્રધાનને પત્ર access_time 12:29 pm IST