Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

વોર્ડ નં.૧૮માં નેતાઓની વિચીત્ર હરિફાઇઃ એક જ વિસ્તારમાં એક જ ડામર રોડનાં કામનુ ભાજપે-કોંગ્રેસે બે-બે વાર ખાતમુહૂર્ત કર્યુ

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૧૮માં આવેલ આસોપાલવ પાર્કમાં એક જ ડામર રોડનાં કામનું ખાતમુહુર્ત ભાજપ અને કોંગ્રેસેનાં કોર્પોરેટરો અને અલગ-અલગ કરતા એક જ કામનું બે-બે વખત ખાતમુહુર્ત થયુ હતુ હકીકતે ડામર રોડની સુવિધા આપવી તે તંત્રની નૈતિક ફરજ છે. ત્યારે આ પ્રકારની રાજકછય વિચીત્ર હરફિાઇ ચર્ચાસ્પદ બની છે.

ભાજપઃ  વોર્ડ નં.૧૮ કોઠારીયા વિસ્તારમાં આવેલ આસોપાલવ સોસાયટીમાં ડામર રોડનું ખાતમુહુર્ત કાર્યકારી મેયર અશ્વિનભાઇ મોલીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે કરાયું. આ વિસ્તારને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે. આ પ્રસંગે વોર્ડ નં.૧૮ પ્રમુખ સંજયસિંહ રાણા, મહામંત્રી હિતેશભાઇ ઢોલરીયા, રવિભાઇ ઠાકોર, વોર્ડ અગ્રણીઓ શૈલેષભાઇ પરસાણા, રાજુભાઇ માલધારી, દિનેશભાઇ લીંબાસીયા, સંદીપભાઇ ગાજીપરા, જયેશભાઇ લાઠીયા, સુરેશભાઇ બોઘાણી, ભારતીબેન પરસાણા, લતાબેન ગાજીપરા, શૈલેષભાઇ બુસા, સુરેશભાઇ ઢોલરીયા, બાબુભાઇ સખીયા, દિનેશભાઇ કીડીયા, મનસુખભાઇ ઠુંમર, નીલેશભાઇ મુંગરા, સુરેશભાઇ સંચાણીયા, જયભાઇ વડગામા, નીખીલભાઇ પીઠડીયા, અનિલભાઇ દોંગા, બાબુભાઇ દેસાઇ વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસઃ  વોર્ડ નં.૧૮માં આવેલ આસોપાલવ પાર્ક તેમજ ઉત્સવ પાર્ક સોસાયટીમાં ડામર રોડનું ઉદ્ઘાટન શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નં.૧૮ના પ્રમુખ દિપક ધવા, મહામંત્રી વિનુભાઇ ચૌહાણ, મયુરસિંહ જાડેજા, કોર્પોરેટર જેન્તીભાઇ બુટાણી, નિલેષભાઇ મારૂ, મેનાબેન જાદવ તથા સતુભા જાડેજા, દિલીપ તળાવીયા, રાજુભાઇ, ગોપાલ ટોઇટા, ચેતન માણસુરીયા, નવલસિંહ, મુનાભાઇ ધ્રાંગા, મોકાભાઇ વિરડા, પ્રવિણભાઇ , અશોકભાઇ ડોબરીયા, કેશુભાઇ રામોલીયા, નરેશભાઇ તેમજ બહોળી સંખ્યામાં લતાવાસીઓ ઉપસ્થિત હતા.

(3:54 pm IST)
  • પાકિસ્તાન મરીન એજન્સી ગુજરાત દરિયાકાંઠેથી 18 માછીમારો સહિત 3 બોટ બળજબરીથી ઉપડી ગયાનું જાહેર થયું છે access_time 12:50 am IST

  • ઇમરાન ખાનનો આ છેલ્લો મહિનો : ઈમરાનને સતાથી હટાવવા માટેની આઝાદી માર્ચે ઐતિહાસિક ગણાવી મૌલાનાએ કહ્યું કે તેની પાર્ટી દેશભરમાં પોતાનું પ્રદર્શન ચાલુ રાખશે : મૌલાનાએ એમ પણ કહ્યું કે પનામા પેપર આંતરરાષ્ટ્રીય દબાણનો મામલો હતો જેનો ઉપયોગ રાજનૈતિક નેતૃત્વના વિરોધમાં કરાયો access_time 1:11 am IST

  • રાષ્ટ્રીય માનવાધિકાર જાગ્યું : યૌન શોષણની ઘટનાઓ પર કેન્દ્ર અને રાજ્યો પાસેથી અહેવાલ માંગ્યો : રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે દેશમાં વધતી યૌન શોષણની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા આ મામલે મીડિયા અહેવાલ બાદ કેન્દ્ર અને રાજ્યો પાસેથી વિસ્તૃત અહેવાલ access_time 1:08 am IST