Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

કુબલીયાપરામાં સવારે અઢી કલાક સુધી દારૂની ભઠ્ઠીઓ પર દરોડાઃ ૧૨૦૦ લિટર આથાનો નાશ

સાંજે અલગ-અલગ સ્થળે દરોડામાં દેશી દારૂ સાથે છ પકડાયાઃ દારૂ પી વાહન ચલાવતાં ૪ અને અન્ય એક કારમાંથી નશો કરેલા ચાર શખ્સ ઝપટે ચડ્યા

રાજકોટ તા. ૩: શહેર પોલીસે દારૂના ધંધાર્થીઓ પર તૂટી પડવા ડ્રાઇવ બીજા દિવસે પણ ચાલુ રાખી છે. આજે સવારે કુબલીયાપરામાં સાડા છથી સાડા નવ એમ અઢી કલાક સુધી દરોડા પાડી બારસો લિટર દેશી દારૂનો આથો શોધી કાઢી સ્થળ પર નાશ કર્યો હતો. બીજી તરફ ગત સાંજે અલગ-અલગ પોલીસ મથકની ટીમોએ કરેલી કાર્યવાહીમાં દેશી દારૂ સાથે છ પકડાયા હતાં. જ્યારે ચાર શખ્સો દારૂ પી વાહન હંકારતા ઝપટે ચડ્યા હતાં. અન્ય એક કારમાંથી પણ ચાર શખ્સો નશો કરેલી હાલતમાં પોલીસની ઝપટમાં આવ્યા હતાં.

જાણવા મળ્યા મુજબ આજે સવારે સાડા છ વાગ્યે એસીપી એચ. એલ. રાઠોડ તથા પી.આઇ. એસ. એન. ગડ્ડુ અને ટીમે કુબલીયાપરામાં દારૂની ડ્રાઇવ યોજી હતી. જેમાં નદી કાંઠે બાપા સિતારામનગર-૪માં રહેતી લીલા વીરચંદ સોલંકી અને કવી બટુક સોલંકીસામે દારૂના ગુના નોંધાયા હતાં. જ્યારે ૨૦૦ લિટર દારૂનો ઠંડો આથો તથા અન્ય બે સ્થળેથી ૫૦૦-૫૦૦ લિટર મળી કુલ ૧૨૦૦ લિટર ઠંડો આથો મળતાં તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

પીએસઆઇ પી. ડી. જાદવ, જે. જી. ચોૈધરી, એ. એલ. બારસીયા, હેડકોન્સ. ભુપતભાઇ વાસાણી, કોન્સ. આશિષ દવે, રોહિત કછોટ, કનુભાઇ ઘેડ, આનંદ પરમાર, દિપક ડાંગર, વિક્રમ ગરચર, ભરત સોલંકી તેમજ ભકિતનગર, કુવાડવા રોડ પોલીસ અને બી-ડિવીઝન પોલીસ અને આજીડેમ પોલીસની ટીમો પણ આ ડ્રાઇવમાં સામેલ થઇ હતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા તમામ ઝોનના એસીપીશ્રીઓએ આપેલી સુચના અંતર્ગત દરરોજ બ્રાંચો અને જુદા-જુદા ડિવીઝનની ટીમો દારૂના દરોડા પાડે છે.

ગત સાંજે પડાયેલા દરોડાઓમાં જ્યુબીલી શાક માર્કેટ પાસેથી સાજીદ ઉર્ફ સાજલો ઇશાકભાઇ મેમણ રૂ. ૮૦ના દારૂ સાથે, લોહાનગર જીમ્મી ટાવર પાસેથી અમીના વજેસીંગ જાદવ રૂ. ૪૦ના, ભાવનગર રોડ ગિરનારી શેરી પાસેથી કિરણ સંજય ડાભી રૂ. ૨૦૦ના, આજી વસાહત ખોડિયારનગર-૨૪માંથી રેખા કિશન સોલંકી રૂ. ૮૦ના, કુબલીયાપરા ચનાબાપાની હોટલ પાસેથી ભાવેશ જેન્તીભાઇ અબાસણીયા નશો કરેલો, નવાગામ દેવનગર ઢોળા પાસેથી મધુ સુરેશ મકવાણા રૂ.૮૦ના, રણુજાનગર પાસે પ્રતાપ નોનવેજ નજીકથી જયશ્રી અમરશી સોલંકી રૂ. ૮૦ના, લોધેશ્વર સોસાયટી-૨/૯ના ખુણેથી જયેશ બાબુભાઇ ઝરીયા રૂ. ૨૨૦ના, કેકેવી હોલ પાછળથી જીવી રાજુભાઇ મકવાણા રૂ. ૬૦ના, છોટુનગર ઝૂપડપટ્ટી પાસેથી પુરી બટુક જખાણીયા રૂ. ૧૪૦ના દેશી દારૂ સાથે પકડી લેવાયા હતાં.

જ્યારે નાના મવા રોડ લક્ષ્મી સોસાયટીનો અભિષેક જગદીશભાઇ ભોજાણી (ઉ.૩૧) દારૂ પી આઇ-૨૦ કાર જીજે૧૭એએચ-૦૭૫૨ હંકારી મેઘમાયાનગરમાંથી નીકળતાં પોલીસે પકડ્યો હતો.

પાર્ટી પ્લોટ પાસે કારમાં છાંટોપાણી લેતાં ૪ પકડાયા

આ ઉપરાંત કણકોટ સીટી લાઇટ પાર્ટી પ્લોટ નજીકથી હોન્ડો મોબિલીયો કાર જીજે૦૩એચએ-૩૧૧૧માં દારૂ પી નીકળેલા સાગર મનસુખભાઇ હરસોડા (ઉ.૨૭-રહે. મવડી પ્લોટ મેઇન રોડ), નરેશ રઘુભાઇ ભુવા (ઉ.૨૫-રહે. પટેલ વાડી પાસે મધુરમ્ પાર્ક-૧), દિપ ભાવેશભાઇ ખોયાણી (ઉ.૨૫-રહે. ગીતાનગર-૬, અનમોલ મકાન) તથા જય કમલેશભાઇ કોરાટ (ઉ.૨૭-રહે. માલવીયાનગર-૩)ને તાલુકા પોલીસ મથકના પી.આઇ. ધોળા, પીએસઆઇ એન. કે. રાજપુરોહિત, છત્રપાલસિંહ સહિતે પકડી લઇ કાર કબ્જે કરી હતી.

આ ઉપરાંત તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. એચ. જે. જોગડાએ મવડી રોડ વિવાહ પાર્ટી પ્લોટ પાસેથી ચંદુ બાવચંદભાઇ રૂપારેલીયા (ઉ.૪૪-રહે. સુરત, આશીર્વાદ  રો હાઉસ) તથા વિપુલ ગણવતભાઇ માડુકીયા (ઉ.૩૧-રહે. બારડા તા. સાવરકુંડલા)ને પણ મવડી રોડ વિવાહ પાર્ટી પ્લોટ પાસેથી દારૂ પીધેલી હાલતમાં તાલુકાના હેડકોન્સ. એચ. જે. જોગડાએ પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:49 pm IST)
  • હૈદરાબાદ ગેંગ રેપ : બળાત્કારીઓને જ્યાં સુધી ફાંસીની સજા નહીં થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરીશ : દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલનો વડાપ્રધાનને પત્ર access_time 12:29 pm IST

  • માનવ સંસાધન મંત્રાલય કહ્યું છે કે તુરતમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરી દેવાશે access_time 12:50 am IST

  • અરબી સમુદ્રમાં વાવાઝોડું પવન આકાર લઇ રહ્યું છે,અરબી સમુદ્રમાં રેકર્ડબ્રેક આઠમું વાવઝોડુ સર્જાશે,જોકે ભારતીય સમુદ્રકાંઠે વાવાઝોડાથી કોઈ ભય નથી,અને વાવઝોડુ પવન,સોમાલિયા તરફ આગળ વધશે access_time 8:53 pm IST