Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ગોંડલ રોડ પર ટ્રેન હેઠળ ઝંપલાવી મહિલાનો આપઘાતઃ હાથ પર અંગ્રેજીમાં આર કે ત્રોફાવેલુ

મૃતકના વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા.૩: શહેરના ગોંડલ રોડ પર ક્રિષ્ના પાર્ક હોટલ સામે ટ્રેન હેઠળ ઝંપલાવી અજાણી મહિલાએ આપઘાત કરી લેતા આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર ક્રિષ્ના પાર્ક હોટલ સામે એક ૪૦ વર્ષની અજાણી મહિલાએ અમદાવાદ-સોમનાથ રૂટની ઈન્ટરસીટી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવની રીબડા રેલ્વેના સ્ટેશન  માસ્તરે કરતા આજીડેમ  પોલીસ મથકના એએસઆઇ પંકજભાઇ દિક્ષીત તથા રાઇટર વિપૂલભાઇએ સ્થળ પર પહોંચી મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં  ખસેડાયો હતો. મૃતક અજાણી મહિલાએ લાલ કલરનું બ્લાઉઝ  લાલ કલરની સાડી તથા પાતળા બાંધાની છે અને તેના ડાબા હાથની કલાઇ ઉપર અંગ્રેજીમાં  'આર કે'ત્રોફાવેલ છે. આ મહિલાને જો કોઇ વાલી વારસ હોઇ, તે આજીડેમ પોલીસ સ્ટેશન ફોન નંબર ૭૪૩૩૮૧૪૮૦૮ ઉપર સંપર્ક  કરવા  જણાવાયુ છે.

(3:48 pm IST)
  • જીડીપીના આંકડા મામલે ભાજપના સાંસદ નિશાકાન્ત દુબેએ કહ્યું જીડીપી કોઈ બાઇબલ કે રામાયણ નથી : થોડા વર્ષોમાં જીડીપીની જરૂરિયાત નહિ રહે : નિશાકાન્ત ડૂબેએ જીડીપીની થિયરી પર સવાલ ઉઠાવ્યા : તેઓએ કહ્યું જીડીપીને બદલે સતત આર્થિક વિકાસનું મહત્વ છે access_time 1:17 am IST

  • વિજયભાઈ રૂપાણીના ભત્રીજા અને ભત્રીજા વહુને બગોદરા પાસે અકસ્માત : બંને હેમખેમ : ઝાયડ્સ હોસ્પિટલમાં એક દિવસ દેખરેખ હેઠળ રાખેલ છે : આજે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સગા ભત્રીજા શ્રી અમિનેષ રૂપાણી અને તેમના પત્નિ શ્રીમતી વિમી રૂપાણીને બગોદરા પાસે અકસ્માત નડ્યો હતો. સામેની સાઇડેથી ગમે તે કારણોસર કોઈ મોટર અમિનેષના મોટરની દિશામાં આવી ટકરાતા અમિનેષને અને તેના પત્નિ બંનેને તાત્કાલીક અમદાવાદ સાવચેતીરૂપે લઈ જવામાં આવેલ. ઝાયડ્સ હોસ્પિટલમાં સીટી સ્કેન અને બધી જ તપાસ કરતા સંપૂર્ણ નોર્મલ અને ભયમુકત હોવાનું જાણવા મળે છે, આમ છતા તેમને એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અમિનેષ અને વિમીબેનની તબિયત સારી છે. બંને ભયમુકત છે. access_time 3:56 pm IST

  • રાજકોટ નજીક શાપર-વેરાવળ પાસે ત્રિપલ અકસ્માત : યુટીલીટી,ખાનગી ટ્રાવેલ્સ,અને આઇસર વચ્ચે અથડામણ : ટ્રાવેલ્સમાં બેઠેલા તમામ હેમખેમ access_time 11:47 pm IST