Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

સોની બજારના વેપારી સાથેની લાખોની ઠગાઇ કેસમાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા.૩: રાજકોટના સોની બજારના ચકચારી લાખો રૂપિયાના સોનાના ઘરેણાની છેતરપીંડી અને વિશ્વાસઘાત ગુનામા આરોપીની ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન નામંજુર કરતી રાજકોટની સેસન્સ અદાલતે હુકમ કર્યો હતો.

આ કામે બનાવની ટુંકી વિગત જોવામાં આવે તો ફરીયાદી મુજીબુલ ઉર્ફે મનજીત સુફુરઅલી મલીકે ભકિતનગર પો.સ્ટેમાં તા.૭-૯-૨૦૧૯ના આરોપી કિરીટભાઇ પ્રભુદાસભાઇ ફીચડીયા વિરૂધ્ધ પોતાની સાથે પુર્વયોજીત ગુન્હાહીત કાવતરૂ રચી આશરે ૧૩ લાખ રૂપિયાના સોનાના ઘરેણાની ઉચાપત કરી વિશ્વાસઘાત કરવા અંગેની ફરિયાદ આપેલી જેથી પોલીસે આરોપી વિરૂધ્ધ આઇ.પી.સી.કલમ ૪૦૬,૪૨૦ તથા ૧૨૦(બી) અન્વયે ગુન્હો દાખલ કરેલ અને બન્ને આરોપીનો ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા આરોપીના રીમાન્ડ મંજુર થયેલા. પરંતુ આક્ષેપીત ૪૧૫ ગ્રામ આશરે ૧૩ લાખનું સોનંુ ઓળવી જવાની જે ફરીયાદ હતી તેમાથી કાંઇ રીકવર થઇ શકેલ નહી. રીમાન્ડના અંતે પોલીસે આરોપીને કોર્ટમાં ફરીથી રજુ કરતા આરોપીને જામીન ઉપર છુટવા અરજી કરતા મેજી. શ્રી એન.આર.વાઘવાણીએ આરોપી કિરીટભાઇ ફીચડીયાની અરજી નામંજુર કરેલ અને આરોપીઓને જેલમાં મોકલી આપેલ હતો.

આથી જેલમાં રહેલ આરોપી કિરીટ ફીચડીયાએ રાજકોટની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં પોતાના વકિલ મારફત જામીન ઉપર છુટવાની અરજી કરેલ અને ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઇ જામીન ઉપર છોડવા વિનંતી કરેલ.

બનાવમાં મુદામાલ સોનું આશરે ૧૩ લાખની કિંમતનું હોય તથા આરોપીનો રોલ ગુન્હાના કામે ધ્યાને લેતા ગુનાની ગંભીરતા વધી જાય છે તેવા સંજોગોમાં આરોપી વિરૂધ્ધ આક્ષેપીત ગુનાનો પ્રકાર તથા હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના માર્ગદર્શનક સિધ્ધાંતો ધ્યાને લઇ આરોપીની જમીન અરજી રાજકોટના એડી.સેશન્સ જજ શ્રી કે.ડી.દવે મેડમએ નામંજુર કરેલ છે.

આ કામમાં સરકારશ્રી વતી સરકારી વકીલ શ્રી આબીદ સોશન તથા મુળ ફરીયાદી વતી વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ બી.જાડેજા, ભરત સોમાણી, શિવરાજસિંહ ઝાલા, હનીફ કટારીયા તથા શકિત ગઢવી રોકાયેલ હતા.

(3:47 pm IST)