Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

પુત્રવધુને કરીયાવર પ્રશ્ને ત્રાસ આપવા અંગે સાસરીયાનો છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા.૩: પરણીતાને કરીયાવર માટે ત્રાસ આપવાના ગુન્હામા તમામ સાસરીયાનો નીર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.

અહીંના કેવડાવાડી પલંગ ચોક વિસ્તારમા રહેતી પરણીતા ભાવીકા બહેનના લગ્ન સને ૨૦૧૫મા રાજકોટ ખાતેજ રહેતા હાર્દીકભાઇ અનડકટ નામના યુવાન સાથે થયેલ હતા ત્યારબાદ પરણીતા પોતાના સાસરામા સયુંકત પરીવાર મા રહેવા ગયેલ હતી.

આ પછી પતી પત્ની વચે અણબનાવ થતાં પરણીતા પોતાના માવતરે પરત ફરેલ હતી અને પોતાના પતી હાર્દીક સહીત સાસરાના ૪ સભ્યો સામે તેણે રાજકોટ મહીલા પોલીસ મથક મા તેના પતી અને સાસરાના સભ્યોએ તેને કરીયાવર માટે ત્રાસ આપી મારમારી ગાળો આપી કાઢી મુકેલ છે તેવી આઇ.પી.સી.ની કલમ ૪૯૮ (ક),૩૨૩,૫૦૪,૧૧૪ મુજબની ફરીયાદ નોંધાવેલ આવી સ્ત્રી અત્યાચારના ગંભીર ગુન્હાની ફરીયાદ નોંધાતા મહીલા પોલીસે તમામ આરોપી સાસરીયા સામે ધોરણસરની કામગીરી કરી અને પુરતા પુરાવા મળતા અદાલતમાં ચાર્જસીટ રજુ કરેલ હતું.

આ પછી આ કેસ દલીલ પર આવતા આરોપીઓના વકીલ શ્રી અંતાણીએ દલીલ કરી અદાલતનું ધ્યાન દોરેલ કે ફરીયાદ પક્ષ પોતાનો કેસ સાબીત કરવામાં સફળ રહેલ ન હોઇ તમામ સાસરીયાને સ્ત્રી અત્યાચાર જેવા ગંભીર આરોપસર સજા કરી શકાય નહીં.

 શ્રી અંતાણીની તમામ દલીલોથી સહમત થઇ અને રાજકોટ ની ફોજદારી અદાલતે તમામ સાસરીયાને આઇ.પી.સી.કલમ ૪૯૮ (ક) વીગેરે જેવા સ્ત્રી અત્યાચારના ગંભીર આક્ષેપ વાળા કેસમા નીર્દોષ છોડવાનો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કેસમા આરોપી સાસરીયા વતી રાજકોટના એડવોકેટ સંદીપ કે.અંતાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:47 pm IST)