Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

રાજકોટ બાર.એસો.ના વકિલોનો સરકારમાં પડઘો સ્પે.પી.પી.- કોર્ટ નિમવાના નિર્ણયને આવકારતા વકિલો

રાજકોટની ૮ વર્ષની બાળા ઉપરના દુષ્કર્મના મામલા સંદર્ભે : મુખ્યમંત્રી - કાનુનમંત્રીનો આભાર માનતા બકુલ રાજાણી અને દિલીપભાઇ પટેલ

રાજકોટની ૮ વર્ષની બાળકી ઉપર  દુષ્કર્મના મામલે ગુજરાત સરકાર દ્વારા સ્પે.કોર્ટ અને સ્પે. પી.પી.ની નિમણુંક કરતા વકિલોમાં આનંદની લાગણી પ્રસરી છે. ગુજરાત સરકારે તાત્કાલીક રાજકોટ બાર એસો. ની માંગણી સ્વીકારતા બાર.ના પ્રમુખ  રાજાણી અને બી.સી.આઇ.ના મેમ્બર દિલીપભાઇ પટેલે સરકારનો આભાર વ્યકત કરેલ છે.

રાજકોટ શહેરમાં થોરાળા પો.સ્ટે.માં નોંધાયેલ આઠ વર્ષની સગીર વયની બાળકી ઉપર થયેલ દુષ્કર્મમાં આરોપી તરીકે કોઇપણ રાજકોટના વકિલોએ રોકાવુ નહી કેસ લડવો નહી અને આરોપીને રાખવામાં સખત સજા થાય તેમજ આ કેસ ઝડપી ચાલે અને સ્પી.પી.પી. તરીકે મહિલા ધારાશાસ્ત્રીની નીમણુંક કરવામાં આવે તેવો ઠરાવ રાજકોટ બાર.ના પ્રમુખ બકુલ રાજાણી અને કારોબારીઓ  કરેલ હતો.

આ રાજકોટ બાર.ના  પ્રમુખ તથા બાર.કાઉઓ ઈન્ડિયાના મેમ્બર દીલીપભાઇ પટેલ સહિતના આગેવાનોની માંગણીને ધ્યાન લઇ તથા હેવાનીયાત ભર્યો ગુન્હો હોય આ કામમાં ગુજરાત રાજ્યના કાયદામંત્રી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વીજયભાઇ રૂપાણીએ ગુન્હાની ગંભીરતા ગુજરાત ગંભીરના તથા રાજકોટ બાર.ના પ્રમુખશ્રી એ કરેલ ઠરાવ અને આગેવાનોની  રજુઆત ધ્યાને લઇ અને તાત્કાલીક માંગણી મંજુર કરી સ્પે. પી.પી. તથા સ્પે.કોર્ટની નીમણુંક કરવાના  આદેશ કરતા ગુજરાતના સમગ્ર વકિલોઓ સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માનેલ હતો. અને શ્રી બકુલભાઇ રાજાણીએ તાત્કાલીક ફેકસ કરી આભાર માનેલ હતો.

(3:44 pm IST)