Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

સરગમની સેવા પ્રવૃતિ વિસ્તરીઃ મલ્ટી એકટીવીટી સેન્ટરનો પ્રારંભ

પૂ.દ્વારકેશલાલજી મહારાજ સાથે સામાજીક- રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા

રાજકોટઃ શહેરના વિવિધ વિસ્તારોમાં સેવા પ્રવૃત્તિ કરતી સરગમ કલબે હવે કેનાલ રોડ ઉપર વધારાની ૧૦ જેટલી સેવાઓ સાથેના મલ્ટી એકિટવિટી સેન્ટર શરૂ કર્યું છે. આ પ્રસંગે દીપ પ્રાગટય જગદગુરૂ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટયપીઠ ગૃહધિપતિ પૂ.દ્વારકેશલાલજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પણ એકી અવાજે સરગમ કલબની સેવા પ્રવૃત્તિને વખાણી હતી અને આ સેવાનો હજુ વિસ્તાર થાય તેવી આશા વ્યકત કરી હતી.

આ કાર્યક્રમની સફળતા માટે કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા અને જાણીતા રામાયણી પૂ.મોરારીબાપુએ પણ શુભેચ્છા આપી હતી.

આ પ્રસંગે પૂ.દ્વારકેશલાલ મહારાજે કહ્યું હતું કે, ગુણવંતભાઈ ડેલાવાળા અને સરગમ કલબે સેવા પ્રવૃત્તિ દ્વારા સમાજને સંગઠિત રાખ્યો છે. ધનસુખભાઈ ભંડેરીએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, એક સાથે આટલી પ્રવૃત્તિ ચાલતી હોય એવું રાજકોટનું એકમાત્ર સેન્ટર છે તેમણે સરગમ કલબ યુવાનો માટે તાલીમ કેન્દ્ર બનાવે તેવો અનુરોધ પણ કર્યો હતો. આ પ્રસંગે ડો.વલ્લભાઈ કથીરિયાએ કહ્યું હતું કે, સરગમ કલબએ સમાજ સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

આ ઉપરાંત ભાજપના પ્રમુખ કલમેશભાઈ મીરાણીએ કહ્યું હતું કે સમાજ પાસેથી લઈને સમાજને આપવામાં સરગમ કલબનો જોટો જડે તેમ નથી તેની પ્રવૃત્તિઓથી રાજકોટમાં નહીં પણ ગુજરાતમાં નામ રોશન થયું છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાપદે ડો.ચુનીભાઈ પટેલ, ડો.સિદ્ધાર્થભાઈ પટેલ, ડો.નીતાબેન પટેલ ઈન્ચાર્જ મયેર અશ્વિનભાઈ મોલિયા, મ્યુનિસિપાલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, બાન લેબના એમ.ડી.મૌલેશભાઈ પટેલ,  રોલેકસ રિંગ્સના મનીષભાઈ માદેકા, કલાસિક નેટવર્કના સ્મિતભાઈ પટેલ, ભવાની ઈન્ડસ્ટ્રીઝના સુરેશભાઈ નંદવાણા, જે.વી.શેઠિયા, લક્ષ્મીબેન શેઠિયા, બાન લેબના નટુભાઈ ઉકાણી, આઈ.એન.એમ. ફાઉન્ડેશન નંદલાલભાઈ માંડવિયા, શિલ્પા લાઈફ સ્ટાઈલ જવેલર્સના પ્રભુદાસભાઈ પારેખ, તેમજ તેમના પરિવારજનો એંજલ પમ્પના કિરીટભાઈ આદ્રોજા, લંડન નિવાસી રજનીભાઈ ઠકરાર,  જયોતિબેન ઠકરાર અને પૂજાબેન ઠકરાર, આર.કે.યુનિવર્સીટીના ચેરમેન શ્રી ખોડીદાસભાઈ પટેલ, મારવાડી યુનિવર્સિટીના ચેરમેન જીતુભાઈ ચંદારાણા, જે.પી.સ્ટ્રકચર પ્રા.લી.ના જગદીશભાઈ ડોબરીયા, વર્ધમાન ગ્રુપના કેતનભાઈ પટેલ, ડી.એમ.એલ. ગ્રુપના હરેશભાઈ લાખાણી, પરસોતમભાઈ કમાણી, બિશુભાઈ વાળા, ચિત્રા કન્સ્ટ્રકશનના ઘનશ્યામભાઈ પરસાણા અને ગીરીશભાઈ પરસાણા, આર.કે.બિલ્ડર્સના હરેનભાઈ મહેતા, તરલાબેન મહેતા, અમીધારા બિલ્ડરના જીતુભાઈ બેનાણી, આર.ડી.એજયુકેશનના રાકેશભાઈ પોપટ, દુબઈ નિવાસી પિયુષભાઈ પારે, અગ્રણી ઉદ્યોગપતિ છગનભાઈ બુસા, એઈમ્સ એગ્રોના પ્રવીણભાઈ જસાણી, ઉત્કર્ષ ટીએમટી બારના નીરજભાઈ આર્ય, કેર ફોર હોમના, એમ.જે.સોલંકી, વસંત બિલ્ડરના મનસુખભાઈ ભીમાણી, જસદણ સીરામીક ગ્રુપના પ્રજ્ઞેશભાઈ પટેલ, ડો.રેખાબેન ગોસલીયા, ટર્બો બેરિંગના પ્રતાપભાઈ પટેલ, લંડનવાસી જગદીશભાઈ મહેતા, તેમજ સનફોર્જ પ્રા.લી.ના શ્રી નાથાભાઈ કાલરીયા, યુ.વી.કલબના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ફળદુ, માધાતાસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાગત પ્રવચન સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કર્યું હતું તેમણે આ મલ્ટી એકિટવિટી સેન્ટર શરૂ કરવામાં સહયોગ આપનાર તમામનો આભાર માન્યો હતો. આ તમામ સેવા પ્રવૃતિઓ પહેલી ડિસેમ્બરથી ચાલુ પણ થઈ ગઈ હોવાનું જણાવેલ કાર્યક્રમનું સંચાલન ડો.માલાબેન કુંડલીયાએ જયારે આભારવિધિ ડો.ચંદાબેન શાહે કરેલ હતી.

આ કાર્યક્રમમાં મનસુખભાઈ ઝાલાવડીયા, જયસુખભાઈ ઘોડાસરા, મનહરભાઈ મજીઠીયા, જીમ્મીભાઈ અડવાણી, તખુભા રાઠોડ, મહેશભાઈ ચૌહાણ, ડો.રાજેશ તૈલી, મનીષભાઈ રાડિયા, ડો.દર્શિતાબેન શાહ, ડો.પારસ શાહ, ડો.પ્રફુલભાઈ શાહ, શિવલાલભાઈ રામાણી, ડી.કે.વડોદરિયા, પી.ડી.અગ્રવાલ, દુબઈ નિવાસી જયસુખભાઈ મકવાણા, અર્જુનભાઈ શીંગાળા, જયેશભાઈ લોટીયા, ભરતભાઈ યાજ્ઞિક, ઉષાબેન પટેલ, રેણુકાબેન યાજ્ઞિક,  જયશ્રીબેન રાવલ, ચંદ્રિકાબેન ધામેલીયા, સુધાબેન ભાયા સહિતના મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ મલ્ટી એકિટવિટી સેન્ટર પૂજારા ટેલિકોમના શ્રી યોગશભાઈ પૂજારા, નરેશભાઈ લોટીયા, એચ.પી.રાજયગુરૂના હેતલભાઈ રાજગુરૂ, પ્રમોદભાઈ ભમ્મર, ભુપતભાઈ બોદર, ઈન્દુભાઈ વોરા (ઈકોનોમિક ટ્રેડર્સ), અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ ગ્રુપ), બિશુભાઈ વાળા, અરવિંદભાઈ પટેલ (કૃણાલ સ્ટ્રકચર), જયદેવભાઈ આર્ય અને ગિરધરભાઈ દોંગા (બાથ ટચ પ્રા.લી.), રામભાઈ મોકરિયા (મારૂતિ કુરિયર)એ શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ભરતભાઈ સોલંકી, મનસુખભાઈ ધંધુકિયા, જયસુખભાઈ ડાભી, કનૈયાલાલ ગજેરા, રાજેન્દ્રભાઈ શેઠ, રમેશભાઈ અકબરી, મનમોહન પનારા, દિપક શાહ ઉપરાંત લેડીઝ કલબના ડો.ચંદાબેન શાહ, માલાબેન કુંડલીયા, જશુમતીબેન વસાણી, અલ્કાબેન કામદાર, છાયાબેન દવે, ગીતાબેન હિરાણી, વિપુલાબેન હિરાણી, અલ્કાબેન ધામેલીયા, બીનાબેન સોલંકી, ભાવનાબેન ધનેશા, જયશ્રીબેન મહેતા, જયશ્રીબેન વ્યાસ, કૈલાશબા વાળા, માલાબેન પાઠક વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:42 pm IST)