Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

માસ્ટર શેફ ડે ની ઉજવણી

પોદાર જમ્બો કીડઝ અક્ષર માર્ગ ખાતે 'માસ્ટર શેફ ડે' ની ઉજવણી કરાઇ હતી. પાપા તથા દાદી અને નાનીના ટાઇટલ સાથે પાપા બનાઓ દાદી/નાનીની રેસીપી અનુરૂપ આયોજન થયેલ. હલ્ધી ગણાતી આઇટેમો ડેટસ એન્ડ નટ લાડુ, કઠોળ પાક, મકાઇ કોથમીર મેથીના ભજીયા, મેરી બીસ્કીટ વીથ ખજુર રોલ, સીંગપાક, પાલખ ઇડલી, ગુંદર પાક, ખાંડવી, કાજુ ગાઠીયાનું શાક, ભાખરી, એપલ બનાના મિલ્ક, રવા કર્ડ, વેજીટેબલ પીઝા, કોર્ન ભેળ, વેજી. ફ્રેન્કી, ફુટપ્લેટર, ડ્રાયફ્રુટ બોલ, નાનખટાઇ, રવાકેક, મીકસ દાળ ઢોકળા, બાબેકયુ વેજી., ચીકુ બાટી, રોટલી ચાટ, ગુજરાતી હાંડવો, મગના ગોળગપ્પા, ચાટ બાસ્કેટ, લીલા વટાણા, બટેટાની ભાખરવડી જેવી અનેક આઇટેમો બનાવવામાં આવી હતી. સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવા પોદાર જમ્બો કીડઝના કમીટી મેમ્બરો મીનાદીદી, આરતીદીદી, પૂર્વીદીદી, કિંજલદીદી, કમલદીદી, રશ્મીદીદી, શ્રૃતિદીદી, પ્રવીણાદીદી, ડેનીશાદીદી, ડો. પૂજા રાઠોડ, દીપુદીદી, સંચાલિકા શ્રીમતી પુષ્પા રાઠોડે જહેમત ઉઠાવી હતી.

(3:41 pm IST)