Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

પોપટપરા-રઘુનંદન વિસ્તારમાં પેવરનો કામનો પ્રારંભઃ કોર્પોરેટર ગાયત્રીબાના પ્રયત્ન સફળ

રાજકોટઃ વોર્ડ નં.૩માં પોપટપરા મેઇન રોડ ઉપર આવેલ રઘુનંદન સોસાયટીની ૧ થી ૬ શેરીના રોડની હાલત ખૂબ ખરાબ થઇ ગયેલ હોય વિસ્તારના જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ સ્થાનિક લોકોને સાથે રાખી પૂર્વ કમિશ્નરને  રજુઆત કરી હતી. જાગૃત કોર્પો. ગાયત્રીબા-વાઘેલાની રજુઆતથી ૨૦૧૯/૨૦ના એક્ષપ્લાનમાં આ ડામર રોડની રિકાર્પેટની કામગીરીનો સમાવેશ કરતો. રૂ.૨૬ લાખના ખર્ચે આ વિસ્તારની શેરી ૧ થી ૬ માં ડામર કામગીરીનો પ્રારંભ કોંગ્રેસના આગેવાન રોડ અશોકસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યો હતો આ તકે જાગૃત કોર્પો. ગાયત્રીબા વાઘેલા દિલીપભાઇ આસવાણી ઉપસ્થિત રહ્યા હતા. અને કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા ગાયત્રીબા વાઘેલા અને દિલીપભાઇ આસવાણીનું સ્વાગત કરી મીઠા મોઢાં કરાવી આભાર માનવામાં આવ્યો હતો આ તકે વિસ્તારનાં સ્થાનિક આગેવાનો શ્રી ક્ષેમરાજસિંહ જાડેજા, હરેશભાઇ કુગસીયા, સહદેવસિંહ વાઘેલા, જીતુભાઇ કુગસીયા, ભનાભાઇ, શૈલેષભાઇ દલવાડી દિલીપ ચાવલા, તેમજ દક્ષાબેન સહીતના વિસ્તારના સ્થાનિક ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:40 pm IST)