Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

શિયાળુ (રવી)પાકો લેવા માટે ટીપ્‍સ

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા કિસાન ભાઈઓ જોગ

એકરે ૨૦૦ થી ૪૦૦ કિલો સુકુ ધનજીવામૃત પુરદંતાળથી ઓરી તેના ઉપર ૨૦૦ લીટર પ્રવાહી જીવામૃત છાંટી પડુ તૈયાર કરવું.

ઘઉં જીરૂ, ચણા, ધાણા વિગેરે એકલાજ વાવેતરના કરતા સહજીવી તરીકે મિશ્ર તેમજ આંતર પાકોની સંલગ્ન વાવેતર પધ્‍ધતિ અનિવાર્ય રીતે અપનાવવી.

ઘઉં વાવેતરની ઉત્તમ રીત તો નાલી / નિક-ફરો પધ્‍ધતિ સારી. ઘઉં એકદળી પાક હોય તેની સાથે હારમાં જ મિશ્ર પાક તરીકે રજકો, મેથી, ધાણા જેવા દ્વિદળી પાકોના પ્રમાણસર બીજ ઘઉંના બિયારણ સાથેજ, બિજામૃતનો પટ્ટ આપતી વખતે ભેળવી નાલીના કાંઠાના ભાગે વાવેતર કરવું. એક મુકીને એક નાલીમાં (એકાંતરે) તળીએ ચણા, સુરજમુખી, રાઈ, ગલગોટા, મકાઈ, જુવારના બીજને બીજામૃતનો અલગ અલગ પટ્ટ આપી આશરે પચ્‍ચીસ ત્રીસ ફૂટના અંતર જાળવી પટ્ટાના રૂપમાં ઝીકઝાક રીતે વાવેતર કરવું. ખાલી રહેલ નાલીમાં કાસ્‍ટ આચ્‍છાદત કરવું અને તે નાલીમાંજ પાણી આપવું.

જો ઘઉંનું વાવેતર પાટલા પધ્‍ધતિથી કયારામાં કરવાનું હોઈ તો ત્રણ કે પોણા ચાર ફૂટને અંતરે નાલી કાઢી બે નાલી વચ્‍ચે ૯ ઈંચ અંતરના ત્રણ થી ચાર ચાસ ઉપર જણાવ્‍યાં મુજબ સહજીવી પાકો સાથે ઘઉં ઓરણીથી વાવી દેવા. નાલીમાં તળીએ કાસ્‍ટ મલચીંગ અને કાંઠાના ભાગે દ્વિદળી બીજ ચણા, સુરજમુખી, રાઈ, ગલગોટા, એકદળી મકાઈ, જુવાર, બીજામૃતનો પટ્ટ આપી આશરે પચ્‍ચીસ ત્રીસ ફૂટના પટ્ટાના રૂપમાં ઝીકઝાક રીતે વાવેતર કરવું. પ્રથમ બે પાણ લાગઠ પણ હળવા આપવા પછી જરૂર મુજબ નાલીમાંજ પિયત આપવુ.

જીરૂનું વાવેતર છાંટીને થતું હોવાથી પાળાની જગ્‍યાએ નાલી/નીક-ફરો કરી તેમાં સહજીવી પાકો ચણા, મેથી, ધાણા, મકાઈ, જુવાર, ગલગોટો, ૨૫-૩૦ ફૂટના પટ્ટાના રૂપે અને કયારામાં જીરૂ દરેકને બીજામૃતનો પટ્ટ અવશ્‍ય આપવો.

પ્રથમ બે એક પિયત લાગઠ આપ્‍યા પછી નાલીમાં કાસ્‍ટ આચ્‍છાદન કરવું અને તેમાંજ બાકીના જરૂર મુજબ પિયત આપવા. આથી જરૂરી બાષ્‍પા કન્‍ડીશન જળવાઈ રહે. જે વધુ ઉત્‍પાદન માટે જરૂરી છે. પિયત પણ ઓછા થશે.

એકલા ચણા કે ધાણાનો પાક લેવાનો હોઈ તો તેની સાથે પણ ઉપર નિર્દેશ કરેલા સહજીવી પાકો નાલીમાં વાવવાના છે.

સહજીવી પાકો એક-બીજાના વિકાસમાં, રોગ જીવાત, વાતાવરણ સામે રક્ષણ આપે છે. વીસેક દિવસના અંતરે એકરે ૨૦૦ લીટર પ્રવાહી જીવામૃત આપતા રહેવું તેમજ પાક ઉપર યોગ્‍ય માત્રાનું જીવામૃતનો પાસનો દર પંદર દિવસે શકય હોય તો પુનમ અને અમાસના દિવસે છાંટતા રહેવું.

વધુ સમજદારી માટે નાનુભાઈ ડઢાણિયા - ૯૯૨૫૮ ૧૧૪૧૬ /૮૭૮૦૧ ૫૫૫૩૯ ઉપર સંપર્ક કરવો.

(3:50 pm IST)
  • મમતા બેનરજી વિધાનસભાને જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ડેબ્યુથી ૪૪ હજાર લોકોને અસર થઇ છે:તેમણે કહેલ કે વિપક્ષ આ પ્રશ્ન રાજકીય સ્વરુપ આપી રહ્યા છે અને જાણે સરકારે ડેંગ્યુના લાર્વા પેદા કર્યા હોય તેવો માહોલ સર્જી રહ્યું છે. access_time 12:51 am IST

  • ભાજપના સાંસદે સોનિયાને ઘુસણખોર કહેતા લોકસભામાં કોંગ્રેસનો હંગામો : સંસદીય મંત્રી પ્રહલાદ જોષીના નિવેદન કે લોકોએ પીએમ મોદીને બીજીવાર ચૂંટીને મોકલ્યા છેઃ કોંગ્રેસના ખુદના નેતા ઘુસણખોર છે access_time 3:57 pm IST

  • વિજયભાઈ રૂપાણીના ભત્રીજા અને ભત્રીજા વહુને બગોદરા પાસે અકસ્માત : બંને હેમખેમ : ઝાયડ્સ હોસ્પિટલમાં એક દિવસ દેખરેખ હેઠળ રાખેલ છે : આજે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સગા ભત્રીજા શ્રી અમિનેષ રૂપાણી અને તેમના પત્નિ શ્રીમતી વિમી રૂપાણીને બગોદરા પાસે અકસ્માત નડ્યો હતો. સામેની સાઇડેથી ગમે તે કારણોસર કોઈ મોટર અમિનેષના મોટરની દિશામાં આવી ટકરાતા અમિનેષને અને તેના પત્નિ બંનેને તાત્કાલીક અમદાવાદ સાવચેતીરૂપે લઈ જવામાં આવેલ. ઝાયડ્સ હોસ્પિટલમાં સીટી સ્કેન અને બધી જ તપાસ કરતા સંપૂર્ણ નોર્મલ અને ભયમુકત હોવાનું જાણવા મળે છે, આમ છતા તેમને એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અમિનેષ અને વિમીબેનની તબિયત સારી છે. બંને ભયમુકત છે. access_time 3:56 pm IST