Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ઘંટેશ્વર મહાદેવ પાર્કની બાળાને ડેંગ્યુ ભરખી ગયો

૧૬ વર્ષની ક્રિષ્નાના મોતથી ઘંટેશ્વર ગ્રીન લીફ પાછળ રહેતાં મોચી પરિવારમાં કલ્પાંતઃ પરિવારજનોએ આક્ષેપ કર્યો-પદ્દમકુંવરબા હોસ્પિટલમાં તબિબે ઇન્જેકશન આપ્યા બાદ હાથ કાળો પડી ગયો અને મોત થયું: મોતનું સાચુ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૩: રોગચાળામાં વધુ એકનો ભોગ લેવાયો છે. જામનગર રોડ પર ઘંટેશ્વર ગ્રીનલીફ પાછળ મહાદેવ પાર્કમાં રહેતાં મોચી પરિવારની ૧૬ વર્ષની દિકરીને ડેંગ્યુ થયા બાદ મોત નિપજતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે. પદ્દમકુંવરબા હોસ્પિટલમાં આ બાળાને દાખલ કરવામાં આવી હતી. જેને ડેંગ્યુ હોવાનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થયો હતો. જો કે બાળાને ઇન્જેકશન અપાયા બાદ તેની હાલત બગડી હતી અને એ કારણે મોત થયાનો આક્ષેપ સ્વજનોએ કરતાં મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

જાણવા મળ્યા મુજબ ઘંટેશ્વર મહાદેવ પાર્ક-૧માં રહેતાં મનિષભાઇ સરવૈયા (મોચી)ની દિકરી ક્રિષ્ના (ઉ.વ.૧૬)ને કેટલાક દિવસથી તાવ આવતો હોઇ ગઇકાલે તેણીને ગુંદાવાડી પદ્દમકુંવરબા હોસ્પિટલમાં બપોરે બે વાગ્યા આસપાસ દાખલ કરવામાં આવી હતી. ડેંગ્યુ હોવાની શંકાએ રિપોર્ટ કરાવવામાં આવ્યા હતાં. જેનો સાંજે પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન સાંજે સવા પાંચેક વાગ્યે ક્રિષ્નાનું મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલથી તબિબે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં હેડકોન્સ. ભગીરથસિંહ બી. ખેરએ એડી નોંધી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. ક્રિષ્નાના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે ક્રિષ્નાને દાખલ કરવામાં આવ્યા બાદ ડોકટરે તેને ઇન્જેકશન આપ્યું હતું. એ પછી તેનો હાથ કાળો પડી ગયો હતો અને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સારવારમાં બેદરકારીને કારણ દિકરીનું મોત થયાનો આક્ષેપ થતાં પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

મૃત્યુ પામનાર ક્રિષ્ના બાઇસાહેબબા સ્કૂલમાં ધોરણ-૧૦માં ભણતી હતી. તે બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેના પિતા છુટક ફેરી કરે છે. લાડકવાયી દિકરીના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. જો કે હોસ્પિટલના કેસ કાગળોમાં જે નોંધ છે તેમાં ડેંગ્યુ પોઝિટીવ હોવાનો ઉલ્લેખ છે. અગાઉ પણ શહેરમાં ડેંગ્યુથી ભોગ લેવાયા છે, ત્યારે વધુ એક ઘટનામાં એક બાળા ભોગ બની છે.

(3:32 pm IST)
  • ઇમરાન ખાનનો આ છેલ્લો મહિનો : ઈમરાનને સતાથી હટાવવા માટેની આઝાદી માર્ચે ઐતિહાસિક ગણાવી મૌલાનાએ કહ્યું કે તેની પાર્ટી દેશભરમાં પોતાનું પ્રદર્શન ચાલુ રાખશે : મૌલાનાએ એમ પણ કહ્યું કે પનામા પેપર આંતરરાષ્ટ્રીય દબાણનો મામલો હતો જેનો ઉપયોગ રાજનૈતિક નેતૃત્વના વિરોધમાં કરાયો access_time 1:11 am IST

  • આણંદમાં એન્ટી કરપ્શન બ્યુરો આવકવેરાના ઓફિસર અને ચાર્ટર્ડ એકા.ને ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપી લીધા છે access_time 12:55 am IST

  • અરબી સમુદ્રમાં વાવાઝોડું પવન આકાર લઇ રહ્યું છે,અરબી સમુદ્રમાં રેકર્ડબ્રેક આઠમું વાવઝોડુ સર્જાશે,જોકે ભારતીય સમુદ્રકાંઠે વાવાઝોડાથી કોઈ ભય નથી,અને વાવઝોડુ પવન,સોમાલિયા તરફ આગળ વધશે access_time 8:53 pm IST