Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

લોક ''રક્ષક''દળની પરીક્ષાના પેપરને રક્ષણ ન આપી શકી સરકારઃ કોંગ્રેસ

ગરવી ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી મોટી અને રાજયને કલંકિત કરનારી આ ઘટનાઃ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા અને કોર્પોરેટર વિજય વાંક તથા વિરલભટ્ટનો આક્ષેપ

રાજકોટ, તા.૩: ગુજરાત રાજયના રક્ષાશકિત યુનિવર્સીટી અને લોકરક્ષક દળની ભરતી બોર્ડના ઉપક્રમે ગુજરાત રાજયના ૮,૭૬,૫૦૬ ઉમેદવારોની પરીક્ષા માટે ૨૯ શહેરોમાં ૨૪૪૦ શાળાના ૨૯,૨૨૦ બ્લોકમાં ૬૪,૭૬૯ સ્ટાફની સાથે પોલીસ, ફોર્સ, કાયદો વ્યવસ્થા જાળવવા માટે ગોઠવવામાં આવ્યો હતો અને બધાને પરીક્ષા રદ થતા લાખો રૂપિયાનો ખર્ચ અને મહેનત પાણીમાં ગઈ હોવાનું વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠિયા, કોપોરેટર વિજય વાંક અને કોપોરેશનના કોંગ્રેસના કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાયું હતુંફ

 આ અંગે તેઓ એ જણાવ્યું હતું કે ગુજરાત સરકારમાં લોકોની રક્ષા કરવા માટે જયારે ભરતી કરવામાં આવતી હોય અને આ ભરતીનું પ્રશ્ન પત્ર જ ફૂટી જતું હોય તો આ કેવી સુરક્ષાની વાત!!! અને ગરવી ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી મોટી અને ગુજરાતને કલંકિત કરનારી આ ઘટના આ ઘટના પ્રથમ નથી આ બીજા વર્ષમાં ત્રીજી ઘટના છે અને આ ભરતી કૌભાંડ અને અન્ય કોભાંડમાં  પ્રખ્યાત એવા ભાજપના આગેવાનો જ શામેલ હોવાનો આક્ષેય કર્યો છે.

 તેઓએ અંતમાં જણાવ્યું કે લોકરક્ષકની ભરતીના પ્રશ્ન પત્ર લીક થયા એ ઘટના તો હજુ સરકારની નિષ્ફળતાનું ટેઈલર છે પિકચર તો અભી બાકી હૈ અને આગામી ૨૦૧૯ની ચુંટણીમાં ગુજરાતની જનતા હવે ભાજપને ઓળખી ગઈ છે અને આગામી ચુંટણીમાં જનતા ભાજપને જાકારો આપશે તેવું વશરામભાઈ સાગઠીયા, વિજય વાંક અને કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની સંયુકત યાદીના અંતમાં જણાવ્યું છે.

(4:05 pm IST)