Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

નંબર વગરના ચોરાઉ હોન્ડા સાથે પવલો કોળી પકડાયો

એ-ડિવીઝન પોલીસે ગંજીવાડાના શખ્સને પકડ્યો

રાજકોટતા. ૩: ગંજીવાડા-૮માં રહેતો પ્રવિણ ઉર્ફ પવલો ગણેશભાઇ ચોૈહાણ (કોળી) (ઉ.૨૫) ચોરાઉ હોન્ડા નંબર પ્લેટ કાઢીને ફેરવતો હોવાની બાતમી એ-ડિવીઝન ના એએસઆઇ ડી.બી. ખેર, કલ્પેશભા સહિતને મળતાં પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ આર. સી. રામાનુજ, શૈલેષભાઇ ખીહડીયા, કેતનભાઇ સહિતે ભકિતનગર સ્ટેશન પ્લોટના નાલા પાસેથી તેને પકડી લીધો હતો. આ હોન્ડા તેણે કોઠારીયા રોડ કિરણનગર-૯/૧૪ના ખુણેથી તા. ૨૩/૧૦ના ચોરી કર્યાનું ખુલ્યું હતું. ભકિતનગર પોલીસે હોન્ડા માલિક અશ્વિનભાઇ મોહનભાઇ લુણાગરીયાની ફરિયાદ નોંધી છે. પ્રવિણ ઉર્ફ પવલો અગાઉ પણ વાહન ચોરીના ગુનામાં પકડાઇ ચુકયાનું પોલીસે જણાવ્યું હતું.

(3:56 pm IST)